Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7संस्कृतसूक्तयः3 Marks
Question
आपदि मित्रपरीक्षा |
✓
Answer
અનુવાદઃ આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે.
ભાવાર્થ : સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી; તેને સદા સાથ$-$સહકાર આપે છે. 'માથું આપે તે મિત્ર, તાલીમિત્ર અનેક.' અર્થાત્ મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતાં જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી. આવા તાલીમિત્રો તો પોતાની ગરજ સરી જતાં મિત્રને છોડી દે છે. આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ ન કરવો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.