લેખકે અણદાના દેખાવ વિશે જે કલ્પના કરી હતી, તેનાથી સાવ અલગ દેખાવાનો અણદો હતો. તે કોઈ પણ પ્રકારનાં મહેનતાણાની આશા રાખ્યા વગર આખી રાત ગામમાં સફાઈ કર્યા કરતો. ઘરના લોકોએ ગાંડો માની તેને ઘર બહાર કાઢી મૂકેલો. ભીખ માંગીને તે પેટ ભરતો. ભીખમાં જે કાંઈ વધારાનું મળ્યું હોય, તો તેને ગરીબોમાં / જરૂરિયાતમંદને વહેચી દેતો. તેને મોરલી વગાડતા બહુ સરસ આવડતું. આમ તેનામાં રહેલી આવડતથી ભીખ ન માંગવી પડે, એટલું કમાવવાની એનામાં ક્ષમતા હોવા છતાં, તે ભીખ માંગીને ખાતો ને વધારાનો રોટલો ગરીબોને વહેંચી દેતો. આ બધું જાણીને લેખકને અણદા વિશેની જિજ્ઞાસા વધી ગઈ.