Question
બિસ્મિલ્લાખાંનો પાત્ર પરિચય કરાવો.

Answer

મૂળ પંજાબના પરંતુ છેલ્લા આથી શતક જેટલા સમયથી બનારસમાં આવી વસેલા કુટુંબમાં વિશ્વ પ્રસિદ્ધ શરણાઈ વાદક બિસ્મિલ્લાખાંનો જન્મ $21$મી માર્ચ $1913$માં થયો. માત્ર આથી વર્ષની ઉંમરે જ માતાનો સાથ ગુમાવ્યો. મોસાળમાં મામાના ઘરે તેમનો ઉછેર થયો.
મામા પ્રત્યે નાનપણથી જ બિસ્મિલ્લાખાંને ઘણો લગાવ. ઘરમાં સૌ શરણાઈ વગાડતા. તેમના માટે પણ નાનકડી શરણાઈ હતી, જે પાંચ વર્ષની ઉંમરથી જ તેઓ વગાડતા થઈ ગયેલાં. આશરે છ વર્ષની ઉમર થતાં, નાના અને મામાએ બાળક બિસ્મિલ્લાખાંને શાળાએ મૂક્યો. પરંતુ સંગીત પ્રત્યેના પ્યારને લીધે શાળાએ જવાનું તેમને ગમતું નહિ. ઘેરથી નીકળી, આમતેમ ભટકીને શાળા છૂટવાના સમયે ઘરે આવી જતા. આ જૂઠ તેમને પોતે જ મામા સમક્ષ કબૂલ્યુ. તેમણે મામાનો ખૂબ માર પણ ખાધો. મારની સાથે જ મામાનો જીવનબોધ એક વાક્ય મળ્યો : ‘તબિયત સંભાળો, ઈજ્જત બચાવો, ઓર જૂઠ કભી ન બોલો.’ આ ઉપદેશ તેમના માટે અસરકારક બની રહ્યો.
ચાર-ચાર વાર એક જ ધોરણમાં નાપાસ થતાં, નાના અને મામાએ તેમને શાળામાંથી ઉઠાડી લીધા. હવે પૂરો સમય સંગીત ને સંગીતના રિયાત માટે બિસ્મિલ્લાખાં ફ્રી હતા.
નાના ઉંમરથી જ દાદા સાથે દરબારમાં વગાડવા જતા. તેમની સોળ વર્ષની ઉંમરે $1930$ની સાલમાં સૌ ઓર્થમ વાર લોકો સમક્ષ શરણાઈ વગાડવાનું થયેલું. અલ્હાબાદમાં ભરાયેલી સંગીત પરિષદમાં બન્ને બાજુ બે મામા ને વચ્ચે બિસ્મિલ્લાખાં. પ્રથમ કાર્યક્રમમાં જ તેમને પ્રથમ ચંદ્રક મેળવ્યો. તે પછી $1934$માં લખનૌ, $1936-37$માં કલકત્તામાં લોકો સમક્ષ પ્રસ્તુત કરેલા કાર્યક્રમમાં ચંદ્રકો મેળવ્યો. ચંદ્રકો મેળવવાનો સિલસિલો વધતો રહ્યો તે છેક $1956$માં રાષ્ટ્રપતિનો ચંદ્ર મેળવવાના સુધી અવિરત આગળ વધતો જ ગયો !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free