Question
બજાર

Answer

બજાર આપણું મહત્ત્વનું સાર્વજનિક સ્થાન છે. અહીં વેપારીઓ અને ગ્રાહકો એકઠા થાય છે. અહીં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદે અને વેચે છે. બજા૨માં ઘણી દુકાનો હોય છે. દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ હોય છે. દુકાનદાર માલ વેચે છે. ગ્રાહક માલ ખરીદે છે, બંને ભાવતાલ કરે છે. બજારમાં ખૂબ ભીડ હોય છે. અહીં પુષ્કળ ઘોંઘાટ હોય છે. બજારમાં ઘણા શાકભાજી અને ફળ વેચનારા હોય છે. અહીં ઘણા ફેરિયાઓ હોય છે. ઘણા બજારમાં મોચી, પાનવાળા અને જ્યોતિષ પણ જોવા મળે છે. બજારમાં ભીડ હોવાને કારણે ટ્રાફિક જામ હોય છે. કેટલાક ભિખારીઓ લોકોને હેરાન કરતા હોય છે. કેટલીક ગાયો રસ્તા વચ્ચે બેઠી હોય છે. બજારમાં ઘરવપરાશની વસ્તુઓ, કરિયાણું, સ્ટેશનરી, કપડાં, મીઠાઈ, નમકીન, ઘરેણાં, રમકડાં, વીજળીનો સામાન, ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણો, પગરખાં, ઘિડયાળ, સૌંદર્ય-પ્રસાધનો, સજાવટની વસ્તુઓ વગેરે મળે છે. બજાર દેશની અર્થવ્યવસ્થાનો આધાર હોય છે. અહીં દરેક વર્ગના લોકો આવે છે. લોકો પોતાની આર્થિક શક્તિ પ્રમાણે વર્તે છે. બજારની પોતાની આગવી ઓળખ હોય છે. ખરેખર, બજાર આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ મદદરૂપ બની રહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free