Question
ડૉ. વર્ગીસ કુરિયનનું પાત્રાલેખન કરો.

Answer

ગુજરાત રાજ્યમાં આવેલા આણંદ નગરને 'અમૂલ ડેરી' દ્વારા મિલ્ક સીટીની ઓળખ અપાવનાર વર્ગીસ કુરિયનનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારમાં તા.26-10-1921ના રોજ કેરાલાના કેલિકટમાં થયો હતો. તેમના પિતા પુનેનપરક્કલ કુરિયન સિવિલ સર્જન હતા. વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો. ચાર ભાઈ-બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા. તેમનું શાલેય શિક્ષણ ગામમાં પૂર્ણ કરી તેમણે મદ્રાસની લોયોલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં બી.એસ. સી.ની પદવી પ્રાપ્ત કરી ત્યારબાદ ગ્વીન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી ઈજનેરની પદવી પ્રાપ્ત કરી. કોલેજમાં પ્રવેશ સમયે માત્ર ચૌદ વર્ષની ઉંમર હતી. વર્ગના સૌથી નાની વયના વિદ્યાર્થી હોવાથી તેમને ભાગે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો પરિણામે તેઓ સ્વાવલંબનના આગ્રહી બન્યા. ઈ.સ. 1946માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં અભ્યાસ માટે ગયા અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. તા. 13-05-1949ને શુક્રવારે ભારત સરકારના આદેશથી કુરિયને આણંદમાં પ્રથમવાર પગ મૂક્યો. અહીં ત્રિભુવનદાસ પટેલ સાથે તેમની મુલાકાત થઈ. તેમની નિઃસ્વાર્થ સેવા પરોપકારની ભાવના અને મનની મક્કમતાથી તેઓ પ્રભાવિત થયા. બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ થયો. એમણે ભારતમાં દૂધ એકત્રીકરણની યોજના 'ઓપરેશન લડ' સ્વરૂપે શરૂ કરી. ભેંસના દૂધમાંથી પાવડર બનાવ્યો અને એન.ડી.ડી.બી.ની સ્થાપના કરી. ચેરમેન તરીકે તેઓ માસિક પાંચ હજાર પગાર લેતા અને 60 વર્ષના થયા પછી પગાર લીધા વિના માનદ સેવા આપી. તેમની આત્મકથામાં તેમના અમૂલ સાથેના સંસ્મરણો આલેખાયા છે. તેમને અનેક પારિતોષિક મળ્યાં છે. તેમના જન્મદિવસને 'નેશનલ મિલ્ક ડે' તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને વિશ્વભરમાંથી તેમને અનેક પારિતોષિક મળ્યાં છે. તેમના જમ્મદિવસને 'નેશનલ મિલ્ક ડે' તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને વિશ્વભરમાંથી તેમને પંદર જેટલી માનદપદવીઓ એનાયત થઈ છે. તેમનું 91 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું શ્વેતક્રાંતિના સર્જક કુરિયન અનેકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કુરીયનનો કર્મચારીઓ સાથેનો સદ્વ્યવહાર સદષ્ટાંત સમજાવો
નથી’ વાર્તાના શીર્ષકની ચર્ચા કરો.
’સુરજ તો બધે જ સરખો’ પાઠમાં લેખકે વિવિધ ફરવાના સ્થળોને જે-તે સ્થળ ની શ્રેષ્ઠતમ વાનગીઓ સાથે જોડી દીધા છે – પાઠનાં આધારે ચર્ચા કરો.
'ઝબકે જ્યોત’ એકાંકીના શીર્ષકની ચર્ચા કરો.### ‘ઝબક જ્યોત’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના ક્યા ગુણોથી પ્રભાવિત થઇ તેમને ગુરુ માનતા હતા?
પાર્વતીબા અને મોટાભાઈ માટે રમાનાં મનમાં કેવા ઈર્ષ્યાભાવ હતો તે પાઠનાં આધારે જણાવો
’પ્રયાણ’ નવલકથાખંડમાં નિષ્પન્ન થતી રમૂજનાં ચિત્રો વર્ણવો.
ભૂલ કરનારાએ દંડની ટીકીટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી?
ગવરીની વિદાય-પ્રસંગે વ્યક્ત થતી વેવાઈઓની અધિરાઈનું વર્ણન કરો.
રમજુ મીરનો અડાણો રાગ અને તેની સૂર શક્તિનું વર્ણન કરો.