Question
’દીપકના પિતા’નુ હૃદયપરિવર્તન તમારા શબ્દો માં વર્ણવો.

Answer

દીપકના પિતા અંગ્રેજ સરકારના અધિકારી છે. કર્તવ્યનિષ્ઠાપૂર્વક તેમજ ઈમાનદારીથી કામ કરીને અંગ્રેજોનો ખિતાબ પામી સંતોષ ને આનંદપામીખુશીથી રહે છે. તેમનો આઠ વર્ષનો પુત્રદીપક દેશદાઝના જુસ્સામાં થનગનાટ પામી ચુક્યો છે.
દેશભક્તિ, ગાંધીજી, ત્રિરંગો – આ બધું દીપકની નસેનસમાં ભરાયેલું છે.નાની છતાં પરિપક્વ ઉંમરના દીપકને પિતાજીના અણગમાની જાણ હતી- તેમજધાક પણ ખરી.
જુસ્સો સમી જાય, દેશદાઝબુઠ્ઠી બની જાય, તે પહેલા દીપક વાવટાને મકાનની અગાશી પર લહેરાવવાની ઈચ્છાસંતોષવા તે વાવટો મેલાળવી લે છે. અનેઅગાશી પર ચડાવવા પહોંચી જાય છે. દીપકના સુષપ્ત મનમાં બાપુની ધાક હોય છે. તેને એવો સતત વિચાર આવ્યા કરે છે કેબાપુ આવી જશે તો ?તેની આ બીક દીપકને ઉતાવળકરાવેછે ને ઉતાવળમાંતે પટકાઈ પડે છે. માથું વધેરાય છે. દીપક ઘવાય છે નેતાવ ચડે છે.
ડોક્ટરની સારવાર ચાલુ છે. પિતા ભલે વિચારથી વિરોધી, પરંતુ એમ એના હાલપર ઓછા છોડે ? દીપકની સારવારમાટે ઘરે જ ડોકટરની વ્યવસ્થા થઇ, પાટો બંધાયો, થર્મોમીટર દ્વારા તાવ મપાયો – ચાર તાવ !!
પિતા નેમાતાના હદયમાં વ્યાકુળ થવાની હોડ જાણે લાગી. મા દોડદોડ કરી મન હળવું કરવા પ્રયાસ કરે, જ્યારે પિતાના મનમાં દીપકની વેદના, દીપકનું શોર્ય અને સાથે સાથે તેમનાવિચારોમાં એક પ્રકારના પરિવર્તનનો પ્રવાહ ચાલુ થવા માંડયો.
દીપકની દેશદાઝ, દીપકની સ્વસ્થતા, સાંયફેરીજોવાની તાલાવેલી, વાતવાતમાં રાષ્ટ્રધ્વજના સંભારણા અને આવી તર્કસભરની વાતોએ દીપકના પિતાના મનમાં ચાલતી ગડમથલને ક્યાંય દુર હડસેલીમૂકી અને એક તરફની વિચારધારા પર લાવી દીધા !
બીજી તરફ ડોકટરના પ્રયાસો અને સ્વજનોની દુઆને અગવણી, દીપક તોતેણે નક્કી કરેલા સમયે નવ વાગ્યે – અનંતની યાત્રાએ / સફરે ચાલી નીકળ્યો. દીપક બુઝાઇ ગયો. પિતા સર વિચારોના તેજપુંજમાંતેના પિતાને ભેળવતોગયો, પિતા સર અમલ દેરાસરીએપુત્રના અવસાન પછી,દીપકે આદરેલા આઝાદીનાયજ્ઞને અવિરતપણે ચાલુ રાખવા તરફ લીધેલા નિર્ણયની જાણ ટેલીફોન દ્વારા તેમના કર્મચારીને કરી દીધી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લેખકનું વૃક્ષ, ઘાસ, બલાઈ અને પત્ની તરફ કેવું વર્તન રહે છે ?
‘ટીફીન’ લઘુકથામાં અમથી માનો પશુ પ્રત્યેનો પ્રેમ વર્ણવો.
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં આવેલાં લગ્નગીતો વિશે ટૂંકમાં લખો.
નાના દીકરા કાન્તિનું શબ્દચિત્ર દોરો.
ત્રિભુવનદાસ પટેલની સહકારની ભાવના કેવી હતી ?
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં આવેલાં લગ્નગીતો વિશે ટૂંકમાં લખો.
ગવરીની વિદાય-પ્રસંગે વ્યક્ત થતી વેવાઈઓની અધિરાઈનું વર્ણન કરો.
દીપકનાં વ્યક્તિત્વ માં તરવરતી દેશદાઝને તમારા શબ્દોમાં વર્ણવો.
’શરણાઈ નાં સુર’ કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.###‘શરણાઈના સૂર’ કૃતિના આધારે પિતાની વેદના આલેખો.
રમઝુ મીર નું શબ્દ ચિત્ર આલેખો