Question
કોષ્ટક-રચના એટલે શું ? તેના ઉપયોગો લખો.

Answer

  • ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર કાર અને સ્તંભમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને કોષ્ટક રચના કહેવામાં આવે છે.
  • પ્રો. એલ. ઈ. કોનારના મતે કોષ્ટકરચના એટલે ‘‘સાંખ્યાકીય માહિતીને ક્રમબદ્ધ અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની પ્રક્રિયા કે જેથી તેમાંથી સંશોધનના પ્રશ્ન ઉપર પૂરતો પ્રકાશ પાડી શકાય.”
કોષ્ટક રચનાના ઉપયોગો : 
  • કોષ્ટક દ્વારા વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે.
  • કોષ્ટકમાં સંબંધિત માહિતી પાસપાસે મૂકવામાં આવતી હોવાથી તેમની સરખામણી સરળતાથી કરી શકાય છે.
  • કોષ્ટકમાં સ્તંભ અને હારની માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી શરતચૂકથી જો કોઈ ભૂલ રહી જવા પામી હોય, તો તે શોધી સરળતાથી સુધારી શકાય છે.
  • કોષ્ટકમાં માહિતીની ગોઠવણી આકર્ષક અને તાક્રિક રીતે થતી હોવાથી માહિતીના અભ્યાસ પ્રત્યે રસ પેદા થાય છે તેમજ માહિતી સરળતાથી યાદ રાખી શકાય છે.
  • કોષ્ટક-રચનાથી બિનજરૂરી તેમજ નકામી માહિતી દૂર કરી શકાય છે. તેથી માહિતીના અભ્યાસ માટેના સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે.
  • કોષ્ટક-રચનાથી માહિતીનું પૃથક્કરણ કરવાનું સરળ બને છે. ઉપરાંત માહિતીને સળંગ સૂત્રથી સમજવાનું સરળ બની રહે છે.
  • કોષ્ટક દ્વારા માહિતી સંબંધિત કેટલીક બાબતો આપોઆપ સ્પષ્ટ થાય છે તેથી માહિતીની સમજ માટે જરૂરી નોંધ કે વિગતો આપવાની આવશ્યકતા રહેતી નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે આવૃત્તિ$-$વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ$-$વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો.
આવૃત્તિ$-$વિતરણ $A : \bar{x} =28\ \&\ M =26\ \&\ s =10$
આવૃત્તિ$-$વિતરણ $B : \bar{x} =24\ \&\ M =27\ \&\ s =12$
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^6$ નું વિસ્તરણ કરો.
3 છોકરાઓ અને 2 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી,
(1) બંને છોકરીઓ એક સાથે જ આવે ?
(2) છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે ?
(3) ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે ?
એક આવૃત્તિ$-$વિતરણમાં $25 \%$ અવલોકનોની કિંમત $30$ કરતાં ઓછી અને $25 \%$ અવલોકનોની કિંમત $45$ કરતાં વધુ છે. જો તેનો વિષમતાંક $0.8$ હોય, તો મધ્યસ્થ શોધો.
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ પરથી મૂળ આવૃત્તિ-વિતરણ મેળવો : 
મધ્યકિંમત  4 12 20 28  36 44 52 
આવૃત્તિ 13 2
કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના $250$ ડ્રાઇવરની ઉંમર વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી સમાન વ્ગલંબાઈવાળું સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો.
ડ્રાઈવરની ઉમરના વર્ગની મધ્યકિમત $22.5$ $27.5$ $32.5$ $37.5$ $42.5$ $47.5$
ડ્રાઈવરની સંખ્યા $($આવ્રુતિ $f)$ $25$ $30$ $50$ $80$ $50$ $15$
બે આવૃત્તિ-વિતરણના નીચે જણાવેલ માપો પરથી કયું આવૃત્તિ-વિતરણ સંમિતતાની વધુ નજીક છે તે જણાવો. 
આવૃત્તિ-વિતરણ A :$\bar{x}=28$$M=26$$s=10$
આવૃત્તિ-વિતરણ B :$\bar{x}=24$$M=27$$s=12$
જો $f(x)=x^{2}-4 x+8$ હોય, તો $x$ ની કઈ કિમત માટે $f(2 x)=2 f(x)$ થાય $?$
પાંચ જુદા જુદા વિસ્તારનું ક્ષેત્રફળ $($વર્ગ મીટરમાં$)$ નીચે મુજબ છે, તો તે પરથી વૃતાંશ આકૃતિ દોરો.
વિસ્તાર $A$ $B$ $C$ $D$ $E$
ક્ષેત્રફળ $5$ $8$ $29$ $44$ $71$
અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના $18$ વિદ્યાર્થીઓમાંથી $3$ વિદ્યાર્થીઓ નાપાસ થયા. પાસ થયેલ $15$ વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે છે :
$42, 65, 53, 75, 43, 50, 68, 57, 79, 48, 51, 61, 55, 10, 64.$ બધા $18$ વિદ્યાર્થી ઓના ગુણનો મધ્યસ્થ શોધો.