લેખકને આંજણી થઈ હતી. તે બજારમાંથી આવતા હતા ત્યાં પાડોશની ચશ્માંની દુકાનના માલિકે એમને દીઠા. તે લેખક પાસે આવ્યા અને કહ્યું,
“ભાઈસાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખાં “ગોગલ્સ’ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો. ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો.”
આમ, લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ ઝાંખાં ગોગલ્સ પહેરવાની સલાહ આપી.