Question
પરિચય આપો: લાલ કિલ્લો

Answer

ઈ.સ. $1639$ માં, શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ. લાલ કિલ્લો મૂળ "કિલ્લા-એ-મુબારક", સુખનો "કિલ્લો" તરીકે ઓળખાતો, કારણ કે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલકિલ્લાનું આયોજન અને "સૌંદર્ય શાસ્ત્ર" મુઘલ રચનાત્મકતાના શિરોબિંદુ સમાન છે. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. લાલ કિલ્લામાં શાહજહાંએ સુંદર કલાત્મક મયૂરાસન બનાવડાવ્યું હતું. $15$ મી ઓગસ્ટ $1947$ ના રોજ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. ભારતના વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આજ દિન સુધી $15$ મી ઓગસ્ટ અને $26$ મી જાન્યુઆરીના દિવસે ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free