Question
“પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઈમારત જેવું છે.”

Answer

પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવ જીવનની વિશિષ્ટતા દર્શાવી છે. કોઇપણ માણસના જીવનમાં એક ચોક્કસ લક્ષ્ય, ધ્યેય હોવો જરૂરી છે. અને એ ધ્યેયને લક્ષ્યને મેળવવા માટે માણસે જીવનમાં પ્રતિજ્ઞાબદ્ધ થવું જરૂરી છે. કોઇપણ કાર્ય હું કરીશ એમ તમે કહો એના કરતા આ કાર્ય હું આટલા સમયમાં જ કરવાની પ્રતિજ્ઞા લઉં છું એમ કહેતાં એ કાર્ય એ સમય દરમ્યાન ચોક્કસ થાય જ. પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પશુ સમાન છે. માણસને ઈશ્વરે વિશિષ્ટ શક્તિ આપેલી છે અને એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે માણસે જીવનમાં પ્રતિજ્ઞાબદ્ધ થવું જરૂરી છે. જીવનમાં દરેક માણસ કાર્ય તો કરે જ છે. પણ કેટલાંક માણસો એવા હોય છે કે જેઓ પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે જીવનમાં અમુક નિયમો ઘડે છે. અને તેના આ નિયમો જ તેને સાચી સિદ્ધિ અપાવે છે. જે રીતે ઈમારત બનાવવી હોય તો પ્રથમ પાયો મજબુત કરવો જરૂરી છે. તેવી જ રીતે આપણે જીવનમાં સફળ થવા, આગળ વધવા, પ્રગતિ કરવા માટે પાયાથી જ પ્રતિજ્ઞાબદ્ધ રહેવું જોઈએ. જીવનમાં કાર્યની શરૂઆતથી જ એક લક્ષ્ય, ધ્યેય નક્કી કરીને ચાલવું જોઈએ. જેથી આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં પહોંચવાનું છે. અને ત્યાં પહોંચવા માટે આપણે શું કરવાનું છે અને એ માટે આપણે કટીબદ્ધ બનીએ છીએ. બાકી જીવનમાં લક્ષ્ય વગર જો ચાલતા જ રહીશું તો આપણને આપણી મંઝીલ ક્યારેય નહી મળે, કારણ કે આપણને આપણી મંઝીલ જ ખબર ન હોય તો આપણે કેવી રીતે ચાલી શકીએ. તેથી જ કવિએ કહ્યું છે તેમ દરેક માણસે જીવનમાં એક લક્ષ્ય, પ્રતિજ્ઞા લઈને ચાલવું જોઈએ અને તેની આ પ્રતિજ્ઞા જ તેને વિકાસ અને લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free