અભિમન્યુએ સારથિની પીઠ થાબડી કહ્યું, 'સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું.શ્રીકૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે !'