Question
‘સંયમજન્ય મૌનમાં વીરતા છે’ એમ લેખક શા માટે કહે છે$?$

Answer

લેખક બિનઆવશ્યક બોલાયેલા વેણ / વચન / શબ્દોની સરખામણીમાં મૌનને વધુ મહત્ત્વ આપે છે. મૌન રહેવામાં ક્યાં ને કેટલો ભય રહેલો છે, તેની પણ સ્પષ્ટતા લેખક કરે છે, અને કહે છે કે “ભયજન્ય'' મૌનમાં કાયરતા છે આ વાત સાચી છે. માણસ જ્યારે જાણે છે / સમજે છે કે તેને કોઈ અન્ય વ્યક્તિ કે વ્યવસ્થા દ્વારા અન્યાય થઈ રહ્યો છે; તેમ છતાં તે મૌન રહીને તેને થતા અન્યાય વિરુદ્ધ જે તે વ્યક્તિ / વ્યવસ્થાની સામે ફરિયાદ કરવાની જગ્યાએ મૌન રહેવાનું સ્વીકારે, તો આ પ્રકારના મૌનના કારણો તપાસવા જોઈએ, જો આનું કારણ “ભય'' છે $-$ તો આ પ્રકારના “ભયજન્ય” મૌનમાં કાયરતા છે. સંયમજન્ય મૌનમાં વીરતા ! અંગે લેખક કહે છે કે જયારે કોઈ શરીરથી અને મનથી બળવાન માણસ, પોતાને થતાં અન્યાયની સામે લડી શકવા સક્ષમ હોય, તેમ છતાં દયા ભાવના કે એવા કોઈ શુભ આશયથી $-$ તેને જેનાં દ્વારા અન્યાય થયો હોય, તેનું તે પ્રત્યે ધ્યાન દોરી $-$ “ફરી એવું નહિ બને'' $-$ એવી બાંહેધરી મેળવી, અન્યાયકર્તા માણસને માફ કરે ત્યારે આને “સંયમજન્ય મોન” માં આપણે મૂકી શકીએ અને આવા મૌનમાં 'વીરતા' છે જ $-$ એમ નિર્વિવાદ છે. આપણી જૂની કહેવત આ વાતને સમર્થન આપે છે. “क्षमा वीरस्य भूषण”|

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નવી માં કુસુમાયુધ ને કેવી કેવી ભલામણો કરતી$?$
ઇન્કા લોકોની બુદ્ધિ શક્તિનો ખ્યાલ કેવી રીતે આવે છે?
લેખક ‘વાણી’ અને ‘શોર’ વિષે શું કહે છે$?$
ગુજરાતીઓ ‘ચોપડી’ કરતા ‘ચોપડા’ ને વધુ ચાહે છે એમ લેખક શાથી કહે છે$?$
“કેટલી જમીન જોઈએ?” માં લેખકે માણસના ક્યાં સ્વભાવ સામે લાલબત્તી ધરી છે?
કુસ્કોના બજારની સ્ત્રીઓ કોને મળતી આવતી હતી? કેવી રીતે?
પ્રથમ પુસ્તક શી રીતે અસ્તિત્વમાં આવ્યું હોવાનું લેખક માને છે$?$
કમુબહેનની દીકરીએ ક્યારે ને કેવી રીતે કમાણી કરી હતી$?$ તેમાંથી તેણે શું ખરીદ્યું$?$
નદી કિનારેથી મળી આવેલ બાળકને જીવાડવા અને ઉછેરવા માટે જીદુનાથે શું કર્યું$?$
શક્ય એટલી વધારે જમીન મેળવવા પાહોમે કેવો પુરુષાર્થ કર્યો?