Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ3 Marks
Question
સ્થાનીય સરેરાશો સમજાવો.
✓
Answer
આપેલી માહિતીના અવલોકનોને તેમની કિંમત અનુસાર ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં કોઈ એક ચોક્કસ સ્થાન પર આવતી અવલોકનનો ઉપયોગ કરીને શોધવામાં આવતી સરેરાશોને સ્થાનીય સરેરાશો કહે છે.
સ્થાનીય સરેરાશના માપ :
સ્થાનીય સરેરાશના માપો નીચે પ્રમાણે છે.
$(1)$ મધ્યસ્થ :
આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં તેના મધ્યમાં આવતાં અવલોકનની કિંમતના મધ્યસ્થ કહેવામાં આવે છે.
તેને સંકેતમાં $‘M'$ વડે દર્શાવવામાં આવે છે.
જયાં $M = ( \left.\frac{n+1}{2}\right)$ મા અવલોકનની કિંમત, આપેલી માહિતીમાં $50 %$ અવલોકનોની કિંમત મધ્યસ્થથી વધુ અને $50 %$
અવલોકનો મધ્યસ્થથી ઓછી કિંમત ધરાવતા હોય છે.
$(2)$ ચતુર્થકો :
આપેલી માહિતીના અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં માહિતીના ચાર સરખાં ભાગ કરતાં અવલોકનોની કિંમતોને ચતુર્થકો કહેવામાં આવે છે.
ચતુર્થકો ત્રણ હોય છે.
તેને સંકેતમાં $Q_1, Q_2$, અને $Q_3$ વડે દર્શાવવામાં આવે છે.