Question
ટૂંક નોંધ લખો $:$ શહેરીકરણની અસરો

Answer

દિલ્લી સલ્તનત અને મુઘલ શાસનનો સમય શહેરોનાં પુન$:$ઉત્થાન અને વિકાસનો હતો. ગુપ્તકાળનાં શહેરોની જગ્યાએ નવાં શહેરોનો ઉદય થયો હતો. $(1)$ રાજપૂતયુગની રાજધાનીઓ મોટા ભાગે શહેરોમાં પલટાતી ગઈ. જેમ કે, અણહિલવાડ પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત, ભરૂચ જેવાં શહેરો વિકસ્યાં હતાં. $(2)$ શહેરીકરણનું સૌથી શ્રેષ્ઠ દષ્ટાંત દિલ્લીમાં જોવા મળે છે. રાજપૂતકાળથી મુઘલકાળ સુધી દિલ્લીનો સતત વિકાસ થતો ગયો છે. જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્લી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું. $(3)$ મુઘલ સમયમાં લાહોર, જોનપુર અને ઢાકા વેપારીમાર્ગ પર આવતાં તેમનો શહેરો તરીકે વિકાસ થયો હતો. $(4)$ અમૃતસર શીખધર્મનું મોટું યાત્રાધામ હોવાથી તે મહત્ત્વનું શહેર બન્યું હતું. $(5)$ દક્ષિણ ભારતમાં દેવગિરિ $($દોલતાબાદ$)$ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું હોવાથી તે સમૃદ્ધ શહેર બન્યું હતું. $(6)$ મરાઠા સામ્રાજ્યના સમયમાં પુણે, સાતારા, ગ્વાલિયર, વડોદરા વગેરે શહેરોનો વિકાસ થયો હતો. $(7)$ અંગ્રેજ શાસન દરમિયાન યુરોપિયન કંપનીઓના વેપાર વાણિજ્યને કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પુડુચેરી, કોચી, ચંદ્રનગર, સુરત વગેરેનો શહેરી કેન્દ્રો તરીકે વિકાસ થયો હતો. $(8)$ વિજયનગરની રાજધાની હમ્પી વિશિષ્ટ હુન્નર ઉદ્યોગો અને વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હોવાથી તે મોટું શહેર બન્યું હતું. $(9)$ સોળમી$-$સત્તરમી સદીથી સુરત ભારતનું વ્યાપારિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં વિદેશ$–$વ્યાપાર ચાલતો હતો તેમજ હુન્નર$-$ઉદ્યોગો વિકસ્યા હતા. તેથી સુરતનો એક મહત્ત્વના શહેર તરીકે વિકાસ થયો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free