Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ કુચીપુડી
✓
Answer
ભારતના શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં નૃત્ય નો ઉદભવ થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ $17$ મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિહેન્દ્ર યોગી હતા. કુચીપુડી નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. શરૂઆતમાં એક વ્યક્તિ દ્વારા આ નૃત્ય થતું હતું, પરંતુ પછી તેમાં એક કરતા વધારે વ્યક્તિઓની પ્રસ્તુતિ થવા લાગી. આ નૃત્યની સાથે સંગીતની કર્ણાટકની પદ્ધતિ જોડાયેલી છે. એટલે નૃત્ય અને સંગીતનો અનોખો સંગમ આ નૃત્યમાં થાય છે. શરૂઆતમાં પુરુષો દ્વારા આ નૃત્ય થતું પછી સ્ત્રીઓ પણ તેમાં જોડાઈ પ્રાર્થના અને દેવતાઓના આહવાનથી ના નૃત્યની શરૂઆત થઈ હતી. તેના કેન્દ્રમાં દશાવતાર જેવા ભારતીય દેવતાઓનો અવતારો અને મહાકાવ્યોના વિષયોનો સમાવેશ થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.