‘'પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી ઉમદા અને સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની એવી મહોબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી, કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી.”
- મોહમ્મદ માંકડ
- મોહમ્મદ માંકડ