Questions

વિચાર વિસ્તાર

🎯

Test yourself on this topic

35 questions · timed · auto-graded

Question 14 Marks
દુઃખીના દુઃખની વાતો, સુખીના સમજી શકે;
સુખી જો સમજે પૂરું,દુઃખના વિશ્વમાં ટકે.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 24 Marks
મરતાં મરતાં સંતો બીજાને સુખી કરે,
બળતાં બળતાં ધૂપ સુવાસિત બધું કરે.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 34 Marks
આળસ એ જીવતા માણસની કબર છે.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ આળસની આડઅસર વિશે વાત કરે છે. આ જગતમાં કામ કરનાર વ્યક્તિ જ આગળ આવે છે. જે માણસ કામ કરતો નથી અને આખો દિવસ બેસી રહે છે એ વ્યક્તિ જાણે કે પોતાની કબર જાતે જ ખોદે છે. કામ ન કરીને આખો દિવસ બેસી રહેવાથી પ્રથમ ગેરફાયદો એ થાય છે કે માણસ બેઠાં બેઠાં પોતાના કપડાં ઘસે છે. એટલે કે એ કામ કરે કે ન કરે પણ તેના કપડાં તો જરૂર પસાય છે. બીજું આળસ રાખીને સતત બેસી રહેનાર વ્યક્તિને જરૂરિયાત તો બધી રહે જ માટે તેને આવક ન મળવાથી દેવું કરવું પડે છે અને ત્રીજું કે આળસુની જેમ પડી રહેનાર વ્યક્તિ ઘરની બહાર નીકળતો નથી માટે તેને કોઈ ઓળખતું નથી. આમ જે લોકો કંઈ જ કામ નથી કરતા અને આખો દિવસ આળસુ બનીને બેસી રહે છે એ વ્યક્તિ જીવનમાં કંઈ જ પ્રાપ્ત કરી શકતી નથી. આપણા ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે * પ્રતિવ્યમ' એટલે કે આળસ કરીશ નહિ. માણસની આળસ એના જીવનના વિકાસને ખતમ કરી નાખે છે. એકવાર જો તમારાં શરીરમાં આળસ પ્રવેશી ગઈ તો પછી તમે એને કોઈ કાળે બહાર કાઢી શકશો નહિ માટે હંમેશાં પોતાનો એક ચોક્કસ ધ્યેય રાખીને માણસે તે ધ્યેય મેળવવા માટે મંડ્યા રહેવું જોઈએ. બેસી રહેવું જોઈએ નહિ. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી પણ આળસને માણસનો મોટામાં મોટો દુર્ગુલ માનતા હતા. આમ, માણસે જીવનમાં ક્યારેય કોઈ પણ કાર્ય કરવામાં આળસ કરવી જોઈએ નહિ. જે કામ કાલે કરવાના હોય તે આજે કરી અને જે કામ આજે કરવાના હોય તે અત્યારે જ કરો. જો તમે આજનું કામ કાલ પર છોડશો તો કાલ ક્યારેય થવાની નથી અને તમારું કામ ક્યારેય થવાનું નથી. માટે આળસ કરીને આપણે જાતે જ આપણી કબર ખોદવી જોઈએ નહીં.
View full question & answer
Question 44 Marks
હૈયે વડવાનલ જલે, તો યે સાગર ગાથ હસી જાણે જગઝેર પી, સંત તે કહેવાય
Answer
આ પંક્તિમાં કવિએ સાગર સાથે સંતની સરખામણી દ્વારા સંતના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. સાગરના પેટાળમાં જેમ અગ્નિ સળગી રહ્યો છે. તેમ છતાં તેની સપાટી ઉપર તો મસ્ત મસ્ત મોજા જ ઉછળતા રહે છે. સાથોસાથ તે આનંદ ઉલ્લાસપૂર્વક ગીતો ગાતો રહે છે. સાગર પોતાના દુઃખદર્દ બહાર પ્રદર્શિત થવા દેતો નથી. તેમ સંત માણસ પણ પોતાનો સ્વભાવ સાગર જેવો જ દરિયાદિલ છે. તે પોતાના દુઃખને મનમાં જ રાખી સહન કરે છે. તે દુઃખનો પ્રતિભાવ સહેજ પણ બહાર પ્રદર્શિત થવા દેતો નથી. શિવ ભગવાને જેમ ઝેર પી લઈને દેવોને અમૃતનું પાન કરવાનો લાભ આવ્યો હતો. તેમજ મીરાબાઈ અને નરસિંહે પણ જગતનાં ખોટા મહેણાંટોણાં રૂપી ઝેર પચાવી લઈને સદાય અર્થોનું કલ્યાણ જ ઈચ્છવું હતું. આમ અંતરના દુઃખદર્દને અંતરમાં જ સમાવી દઈને હસતાં મુખે જીવે તે જ સાચો સંત પુરુષ કહેવાય.
View full question & answer
Question 54 Marks
‘સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ,
સીલ લાખ પર દાબતાં ઉત્તમ ઊઠે છાપ.’
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સંગનો મહિમા સમજાવ્યો છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ‘સંગ તેવો રંગ’ જેવા વ્યક્તિનો તમે સંગ કરશો તમે પણ તેવા બની જશો. સારા વ્યક્તિનો સંગ કરવાથી માણસો સારા બની શકે છે. સંગથી વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાય છે. અને મપાય છે. જેમ કે પારસમણિના સંગે કથીર (લોખંડ) પણ સોનું બની જાય છે. તેમ આપણે પણ જો સજજનોનો સંગ કરીશું તો આપણામાં પણ સજ્જનતાના ગુણો વિકસે છે. અને જો તમે કોઈ ખરાબ, નગુણા વ્યક્તિનો સંગ કરશો તો તમે પણ તેના જેવો નગુણા બની શકો છો. સંગનો રંગ ક્યારેય લાગ્યા વિના રહેતો નથી.
દુર્જન માણસનો સંગ કરવાથી હંમેશા આપણને નુકસાન જ થાય છે. તે ક્યારેય તમને સાચો માર્ગે લઇ જતો નથી. પોતે તો અવળાં ને ખોટાં કાર્યો પ્રેરે છે. માટે હંમેશા દુર્જનથી દૂર રહેવું જોઈએ. અને સાચા મનુષ્યનો સંગ કરવો જોઈએ. સાચા માણસની સાથે રહેવાથી પણ આપણું મૂલ્ય વધી જતું હોય છે. માટે હંમેશા સજ્જનોની આસપાસ જ રહેવું જોઈએ અને દુર્જનોથી દૂર રહેવું જોઈએ. ગરમ કરેલા લાખ પર જેમ સીલ દબાવીએ તો તેની છાપ સારી પડે છે તેમ સારાનો સંગ કરવાથી આપણું વ્યક્તિત્વ પણ ખીલી ઊઠે છે.
View full question & answer
Question 64 Marks
અજ્ઞ ને અંધ એ બેમાં ઓછો શાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાંગે પાંગળો.
Answer
$1.$ સામાન્ય અર્થ : અજ્ઞાની અને આંધળો એ બેમાંથી આંધળો એ ઓછો શાપિત છે. કેમ કે અંઘ એક અંગથી પાંગળો હોય છે પણ અજ્ઞાની બધા જ અંગોથી પાંગળો હોય છે. $2.$ સમજૂતી: આંધળો માણસ એ એક જ અંગથી આંધળો હોય છે. આપણે દ્રષ્ટિહીન માણસો જોઈએ તો ભગવાને એમની પાસેથી આંખો લઈ લીધી પણ જ્ઞાનરૂપી આંખો ખૂબ સચોટ આપી હોય છે. જ્ઞાનરૂપી દ્રષ્ટિ દ્વારા તે સમાજની સેવા કરી શકે છે. કૃષ્ણની લીલા અને તેના સ્વરૂપનું વર્ણન કરનાર ભક્ત કવિ શ્રી સુરદાસ આંધળા જ હતાં ને ! છતાં તેની બાળલીલાના સુંદર પદો હજુ આજે પણ આપણે ગાઈને છીએ – તેવી જ રીતે અંધ કવિ મિલ્ટને ‘પેરેડાઈઝ લૉસ્ટ’ અને ‘પેરેડાઈઝ રીગેન’ નામનું મહાકાવ્ય રચ્યું હતું. જ્યારે અજ્ઞાની મનુષ્ય દ્રષ્ટિવાળો હોવા છતાં બધા જ અંગોથી પાંગળો હોય છે. સમાજમાં તે ઉપેક્ષા પામે છે. આવી વ્યક્તિ સમાજનું ભલું કરી શકાતી નથી. જીવનમાં ને જગતમાં અજ્ઞાની મનુષ્યો ડગલે ને પગલે ઠોકરો ખાતાં હોય છે. આંધળા મનુષ્ય પાસે દિવ્યદ્રષ્ટિ હોવાથી તે પોતે ધારેલું કાર્ય કરી શકે છે. આપણે આંધળાઓને ટેલિફોન બૂથ ઓફિસમાં કાર્ય કરતાં, અંધજન મંડળમાં કાર્ય કરતાં જોઈ શકીએ છીએ. આપણને કલ્પના ન આવે એવી ચીજવસ્તુઓ અંધજન મંડળ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમની અલગ રમતો પણ રાખવામાં આવે છે. તમે કોઈ અંઘવ્યક્તિને મદદ કરવા જશો તો તે ના પાડશે. તેમનામાં આત્મસન્માનની ભવના હોય છે. જ્યારે અજ્ઞાનીઓ તો સમાજ માટે બોજારૂપ છે, તેઓ બધા જ અંગોથી પાંગળા હોય છે. $3.$ ઉપદેશ-બોધ :
  • અંધ વ્યક્તિની ઉપેક્ષા કરવી જોઈએ નહિ.
  • દ્રષ્ટિહીન વ્યક્તિ પાસે આંતરચક્ષુ હોય છે, તેનાથી તે પોતાનું અને સમાજનું કાર્ય કરે છે.
  • અંધજન મંડળ દ્વારા બનેલી વસ્તુઓ સમાજે લઇ તેને પ્રોત્સાહન આપવું જોઈએ.
View full question & answer
Question 74 Marks
ઊગે કમળ પંકમાં તદપિ દેવશિરે ચડે, નહિ કુળથી, કીન્તુ મૂલ મૂલવાય ગુણો વડે.
Answer
$1.$ સામાન્ય અર્થ : કમળ કાદવમાં ઊગે છે છતાં દેવોનાં મસ્તક પર ચડે છે. વ્યક્તિનું મૂલ્ય કુળથી નહિ પણ ગુણોથી થાય છે. $2.$ સમજૂતી : અહીં કમળનાં દ્રષ્ટાંત દ્વારા માનવીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે વાત કરવામાં આવી છે. કમળ કાદવમાં ઊગે છે પણ કાદવનો સ્પર્શ તેને થતો નથી. તે પોતાની સુવાસ છોડતું નથી. એટલું જ નહિ પણ આપણે મંદિરમાં દેવોનાં મસ્તકે ચઢાવીએ છીએ. પૂજામાં વાપરીએ છીએ, કાદવમાં જન્મેલાં કમળ આમ પોતાના ગુણને લીધે પૂજાય છે. માણસોની બાબતમાં પણ આપણે આ દ્રષ્ટાંત લાઈ શકીએ. ક્યારેક ઉચ્ચ કુળમાં જન્મેલી વ્યક્તિ જો તેનામાં સારા ગુણો ન હોય, હલકા – નીચે કાર્ય કરતી હોય તો સમાજમાં તેનું કોઈ માન જાળવશે નહિ, તેનું કોઈ સાંભળશે નહિ પણ એનાથી ઊલટું હલકા કુળમાં જન્મેલ વ્યક્તિ જો ગુણવાન હશે તો સમાજમાં તે આદરપાત્ર થશે, લોકો તેને માન આપશે. આમ માણસનું – વ્યક્તિનું મૂલ્ય તેના ગુણથી થાય છે. આપણે ઇતિહાસ પર નજર કરીએ તો રાજેન્દ્રપ્રસાદ, અબ્રાહમ લિંકન, ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવી વ્યક્તિ સામાન્ય કુટુંબમાં જન્મી અને દેશમાં પોતાનું નામ અમર કરી ગઈ. લોકો વ્યક્તિને મહાન વ્યક્તિ તરીકે ત્યારે જ પૂજે છે જ્યારે તેનામાં ગુણો હોય. મહાત્મા ગાંધીજી તેમના ગુણો વડે દેશ અને દુનિયામાં ‘બાપુજી’ તરીકે ઓળખાય. સર્વત્ર તેમને માં અને પ્રતિષ્ઠા મળી. આમ વ્યક્તિની કદર તેનામાં રહેલા ગુણોથી થાય છે. $3.$ ઉપદેશ-બોધ :
  • વ્યક્તિનું મૂલ્ય કુળથી નહિ પણ ગુણથી થાય છે એ યાદ રાખવું.
  • વ્યક્તિ ગુણવાન હશે તો જ સમાજમાં આદરપાત્ર બનશે.
View full question & answer
Question 84 Marks
ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Answer
$1.$ સામાન્ય અર્થ : માનવીના જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા કરે છે. ક્યારે તેમાં ભરતી આવે છે તો ક્યારે તિમાં ઓટ આવે છે. $2.$ સમજૂતી : માનવજીવનની સાથે સુખ અને દુઃખ એવી રીતે સંકળાયેલ છે કે ક્યારેક જીવનરૂપી સમુદ્રમાં સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ. મીરાંબાઈએ કહ્યું છે ને કે ‘રમ રાખે તેમ રહીએ, ઓધવજી,’...... રમ રાખે તેમ રહીએ.... ‘કોઈ દિ’ ખાવાને શિરો ને પૂરી તો કોઈ દિ’ ભૂખ્યા રહીએ” વ્યક્તિનાં જીવનમાં ક્યારેક આનંદ-ઉત્સવ તો ક્યારેક ગામ-દુઃખ-વ્યથા રહેલાં હોય છે, આથી જ કહેવાયું છે કે –‘એવા ઊછળે છે આ જિંદગીના મોજાં,
કે કો’ક દિન ઈદ ને કો’ક દિ’ રોજા.’
આપણા જીવનમાં સોળે કળાએ ખીલતા પૂનમનાં ચંદ્ર જેવો પ્રકાશ પાન આવે છે તો ક્યારેક અમાસ જેવી કાળી રાતનો અંધકાર પણ આઅવે છે, ‘સુખમાં છકી ન જવું ને દુઃખમાં હિંમત ન હારવી.’ દર્શકે ‘પરિત્રાણ’ નામના ત્રિઅંકી નાટક માં કુંતીના મુખે કહેવરાવ્યું છે કે – ‘જીવન બહુ સંકુલ છે તેની એક આંખમાં છે અમૃત, બીજમાં છે વિષ ! ગુલાબનાં ફૂલને કાંટા છે પણ ફૂલ સુવાસ ફેલાવે છે તેમ મનુષ્યના જીવનમાં દુઃખરૂપી કાંટા હોય પણ તેણે ગુલાબના ફૂલની જેમ જીવનમાં દિવ્ય સુવાસ ફેલાવવી જ જોઈએ. માનવજીવનમાં સુખદુઃખ તેના પડછાયાની જેમ સાથે જ રહે છે તેથી ગીતમાં કહ્યું છે તેમ વ્યક્તિએ તટસ્થ રહેવું જોઈએ, સુખથી છકી ન જવું ને દુઃખથી હરવું નહિ, તો જ વ્યક્તિ સાચું જીવન જીવી શકે છે, માંની શકે છે. માનવજીવન એક ઘટમાળની જેમ ચાલ્યા કરે છે. જીવનની ઘટમાળ ઊંચીનીચી ફરે છે તેમાં ભરતી આવે કે ઓટ પણ આ નિયતિ ચક્ર ચાલતું જ રહે છે. માનવી સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. $3.$ બોધ-ઉપદેશ :
  • વ્યક્તિએ સુખ-દુઃખમાં સમાનભાવ રાખવો જોઈએ.
  • જીવનમાં આવતા સુખદુઃખોને સ્વાભાવિક રીતે સ્વીકારતા શીખવું જોઈએ.
View full question & answer
Question 94 Marks
ગમે નાં શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ, સાધુવા નહિ વાર્ધકયે, વ્યર્થ તો જિંદગીક્રમ.
Answer
$1.$ સામાન્ય અર્થ : બાળપણમાં રમત ગમે નાહી, યુવાનીમાં કોઈ પરાક્રમ કરવા ગમે નહિ, વૃદ્ધાવસ્થામાં સાધુતા (વૈરાગ્યતા) ન આવે તો જીવનનો ક્રમ તદ્દન વ્યર્થ છે. $2.$ સમજૂતી : બાળપણ રમત રમવા માટે છે, નિર્દોષ આનંદમાં – ખેલકૂદમાં બાળપણ વીતવું જોઈએ. જો કોઈ નાના બાળકને ગંભીર જોઈએ તો તેની પાછળના કારણોની તપાસ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ. નાના બાળકોને રમવાની જગ્યાએ આજે તો વેકેશનમાં પણ આપણે સમરકેમ્પોમાં પરાણે ધકેલતાં જઈએ છીએ. આ ખોટું છે. યૌવન અને પરાક્રમ ન હોય તો તો ચાલે જ કેમ ? નર્મદે યુવાનોનાં લક્ષણોમાં કહ્યું છે ને કે નિત્ય યુવાન કિવો હોય કે જેમાં કંઈ કરી બતાવવાની ઝંખના હોય, લાવારસથી ધગધગતો યુવાન જેવી છે તેવી જિંદગી, ન જીવતા સતત પરિવર્તન ઈચ્છે છે. યુવાનના હદયમાં ઉલ્લાસ અને થનગનાટ હોય છે. ‘સિંહને શસ્ત્ર શાં ?’ જેવો યુવાન હોવો જોઈએ. ‘સ્ફૂર્તિ કેરી મૂર્તિ, તું પરેં યુવાન’ પંક્તિ યુવાન વિશે આપણને ઘણું બધું કહે છે. વૃદ્ધાવસ્થા આવે ને વ્યક્તિનાં જીવનમાં સંયમ, ત્યાગ, વૈરાગ્ય ન આવે તો શું કામનું ? વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં જ્યારે મૃત્યુને આરે આવીને ઊભી હોય ત્યારે પ્રભુભજન ન કરતાં સંસારના મોહમાયામાં જ ફસાયેલી રહે તો તેવી વ્યક્તિનું જીવન નકામું સમજવું. આજે તો વર્તમાનપત્રમાં 85 ને 89 વર્ષનાં ઉંમરની વ્યક્તિએ લગ્ન કર્યા વાંચીને ત્યારે જીવનના ક્રમને તેઓ કેવો બદલી રહ્યા છે – આ જીવનની સાચી રીત નથી. અહીં આપણને બાળક-યુવાન-વૃદ્ધ દરેકની વાત કરી તેણે પસાર થતી પોતાની ઉંમરમાં જીવન પસાર કેવી રીતે કરવું તે વાત કરવામાં આવી છે. જીવનના સાચા ક્રમની રજૂઆત અહીં કરવામાં આવી છે. પરમાત્માએ જીવન આપ્યું છે તો તે ક્રમમાં નિત્યઆનંદ માણી જીવન પૂરું કરવું જોઈએ. કુદરતે કરેલા ક્રમમાં વ્યક્તિએ (માણસે) ફેરફાર કરવો જોઈએ નહિ. $3.$ બોધ-ઉપદેશ :
  • વ્યક્તિએ પોતાના જીવનનો ક્રમ કુદરતે બતાવેલા માર્ગે નક્કી કરવો.
  • બાળક – યુવાન – વૃદ્ધ આ ક્રમમાં વ્યક્તિ પોતિ જીવનનો સાચો આનંદ ઉંમરને અનુરૂપ કાર્યો કરી માણી શકે છે.
View full question & answer
Question 104 Marks
હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યુ છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. મનુષ્ય કર્મની કાલિમાને સમર્થ ધોવા લધુ અશ્રુબિંદુ.
Answer
$1.$ સામાન્ય અર્થ : પસ્તાવારૂપી ઝરણું સ્વેર્ગમાંથી ઊતર્યું છે. પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્યશાળી બને છે. મનુષ્યનાં કર્મની કાલિમાને ધોવા પસ્તાવારૂપી નાનું અશ્રુ (આંસુ) પૂરતું છે. $2.$ સમજૂતી : વ્યક્તિ પોતે કરેલી ભૂલનો સાચા હદયથી પસ્તાવો કરે તો તેને ભગવાન માફી આપે છે. અહીં પસ્તાવાને/પાપને ધોવા માટેનું ઝરણું સામાન્ય નહિ પણ સ્વર્ગમાંથી ઉતરતું બતાવ્યું છે. સ્વર્ગમાં ઈશ્વર હોય અને ત્યાંથી ઉતરતું ઝરણું પાવન – પવિત્રકારી હોય. આપણે માનીએ છીએ કે કર્મનાં ફળ તો વ્યક્તિએ ભોગવવા જ પડે છે. પાપનું ફળ વ્યક્તિને છોડતું નથી. પરંતુ વ્યક્તિ પાપ કે ગુનો કરી તેને છુપાવવાનો પ્રયત્ન કરે તો અનેક વખત તેણે જૂઠનો સહારો લેવો પડે છે. એક વખત બોલેલું અસત્ય (જૂઠ) સો વખત બોલવા પ્રેરે છે. પણ કડવું છતાં સાચુ સત્ય બોલવાથી વ્યક્તિ ગુનો કરતાં અટકી જાય છે. ગાંધીજીએ ‘સત્યનાં પ્રયોગો’ આત્મકથામાં એ જ વાત કરી છે કે સત્યમય. નીતિમય આચરણ જીવનમાં હોવું જોઈએ. “સત્ય એ જ માર્ગ છે. જીવનમાં ગુનો કરી પાપ કર્યા પછી સાચા હદયનો પસ્તાવો વ્યક્તિનાં આત્માને દિવ્ય શાંતિ અર્પે છે. તેણે કરેલા દુષ્ટ કર્મોનું ફળ ધોવાઈ જાય છે. આપણ સમાજમાં એવા દ્રષ્ટાંતો જોવા મળશે કે જેણે ગુનો-લુંટ-અત્યાચાર કર્યા છતાં સાચા હદયના પસ્તાવાએ તેમના જીવન બદલી નાખ્યા. જેસલ-તોરલની વાત તો આપણે જાણીએ છીએ. ‘પાપ તારું પ્રકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે... તારી બેડલીને બૂડવા નહિ દઉં, એમ...’ રામાયણના રચયિતા વાલ્મિકી એક લૂંટારા હતાં પણ સાચા હદયના પસ્તાવાથી પૂજનીય બન્યા. સાચા હદયનો પસ્તાવો વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે એના દ્રષ્ટાંતો જોતા આપણને લાગે કે ખરેખર પસ્તાવારૂપી ઝરણું હદયની મલિનતાને ધોઈ નાંખે છે. સાચા પસ્તાવાનું એક આંસુ કરેલા કાળા કર્મોને ધોવા પૂરતું છે. પરંતુ આ સાચા હદયનો પસ્તાવો હોવો જોઈએ પાપનો માર્ગ છોડી સન્માર્ગે જવાનો દ્રઢ સંકલ્ય હોય તો જ પ્રભુ માફી આપે છે. $3.$ બોધ-ઉપદેશ :
  • સાચા હદયનાં પસ્તાવાથી ગમે તેવા પાપ હોય છતાં વ્યક્તિ શુદ્ધ બની શકે છે.
  • સાચો પસ્તાવો પાપી વ્યક્તિને પુણ્યશાળી બનાવે છે.
View full question & answer
Question 114 Marks
‘વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનરાજિ !’
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સર્વ જગતના હિતનો વિચાર કર્યો છે. આ જગતના વિશાળ વિસ્તારમાં એક માત્ર માનવી જ વસતો નથી. તેની સામે પશુ, પંખી, પુષ્પો તથા વનસ્પતિ સૃષ્ટિ પણ વસે છે – એમ કહી કવિએ અહી એ બધાનાં હિતને ઉવેખીને માનવીએ સ્વેચ્છાચાર કરવાનો નથી એવો સંદેશ પાઠવ્યો છે.
ઘડીભર વિચાર તો કરો કે, આ જગતમાં જે પ્રકૃતિ તત્વો છે, જે પશુ, પંખી, પુષ્પો અને વનસ્પતિ છે એમાંનું કશું જ ન હોત અને એકલો મનુષ્ય જ હોય તો ? માણસનું જીવવું કેવું આકરું હોત ! અરે, માણસજાતનું અસ્તિત્વ હોય કે કેમ તે સવાલ થાત. પશુ, પંખી કે આ વનસ્પતિ સૃષ્ટિ દ્વારા જ તો એનું પાલન પોષાણ થાય છે. પંખીઓના કલરવથી માંડી જગતના તત્વો સત્વોથી તો એનું જીવન હર્યુભર્યુ છે. આ પુથ્વી પરના પશુ, પંખી કે વનસ્પતિ સૃષ્ટિ વગેરે જ થઇ નહીં પરંતું સૂર્ય, ચંદ્ર, તારા ગ્રહો, નિહારિકા ઈત્યાદી પણ માનવજીવનના આધારરૂપ છે. આ બધાં વગર માનવજાતની કલ્પના ન જ થઇ શકે.
વૃક્ષના પર્ણમાં પુષ્પમાં કે ગીત ગાંતાં પંખીઓમાં પ્રભુનો વાસ છે એમ ભલે માનીએ કે ન માનીએ પણ આ બધાને કારણે માણસનું અસ્તિત્વ ચેતનવંતુ ધબકતું એ તો નક્કી જ છે. તેમ છતાં માણસ એની સ્વાર્થભરી વેપારવૃત્તિને કારણે આજે સ્વેચ્છાચારી બન્યો છે. પોતાના સ્વાર્થ ખાતર વૃક્ષો – વનસ્પતિનું નિકંદન કાઢી રહ્યો છે. પ્રભુએ સર્જેલી પરમ પવિત્ર મોહક મનભાવન આ સૃષ્ટિમાં પ્રદુષણ ફેલાવી રહ્યો છે ને એ કારણે આ મોંઘી પ્રકૃતિસૃષ્ટિનો વિનાશ થઇ રહ્યો છે ત્યારે કવિ આપણને આ પંક્તિઓ દ્વારા સાવધાન કરી રહ્યા છે. પશુ, પંખી કે માનવેતર જીવસૃષ્ટિ દુ:ખ પામશે તો માનવીને સાચાં સુખશાંતિ મળવાનાં નથી. માણસની પ્રગતિ અને અને માનવસંસ્કૃતિનાં વિકાસમાં મનુષ્યો વચ્ચેની શાંતિ જ નહી પણ આ વિશાળ સૃષ્ટિની શાંતિ અગત્યનું પરિબળ છે – એ દરેક માણસે સમજવું જોઈએ. પશુ, પંખી અને વનસ્પતિ સૃષ્ટિનું સંરક્ષણ, સંવર્ધન અને જતન કરવું પડશે માટે જ કવિનો સંદેશ છે કે ‘માનવી, પ્રકૃતિ સૌને “वसुधैव कुटुंबकम् | ” ’
View full question & answer
Question 124 Marks
‘શમે ના વેરથી વેર, ટળેનાપાપ પાપથી,
ઔષધ સર્વ દુ:ખોનું, મૈત્રી ભાવ સનાતન’
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં મૈત્રીભાવના સત્યની વાત રજૂ કરવામાં આવી છે. આ જગતમાં કેટલાંય લોકો એકબીજા સાથે વેરની ભાવના રાખે છે. બીજને પોતાનો દુશ્મન સમજે છે. પણ સત્ય હકીકત એ છે કે દુશ્મનીનો અને વેરનો ક્યારેય અંત આવતો નથી. વેરભાવના હંમેશા વિનાશ જ સર્જે છે. વેરની ભાવના સમાવવા માટે વેરને જ સમાવવું પડે છે. દુશ્મનને દોસ્ત બનાવતા વેર ભાવના શમી જાય છે. પાપકર્મમાં પણ એવું છે માણસ એક વખત પાપકર્મ કરે ને એ પાપ તેને બીજું પાપ કરવા પ્રેરે છે. આમ અવિરત પાપની પ્રક્રિયા વહેવા લાગે છે. પાપને વધારે પાપ કરવાથી ઘટાડી શકાતું નથી. પરંતુ પાપ કર્યા પછી જો માણસ સાચા દિલથી પશ્ચાતાપ કરે તો તેનું પાપ ધોવાઇ શકે છે.
માણસે દુશ્મન સાથે પણ મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ કારણ કે દુશ્મનને દુશ્મનાવટથી નહી પણ પ્રેમથી જ વશ કરી શકાય છે. મિત્રતા હંમેશા કંઇક નવસર્જન કરે છે, વિકાસ કરે છે. બે મિત્રો, બે રાષ્ટ્રો, બે રાજ્યો વચ્ચેની મૈત્રી જગતમાં સુખ, સમૃદ્ધિ લાવી શકે છે. માનવીએ માનવતા વડે શત્રુતાને ડામવાની જરૂર છે. મિત્રતાપૂર્ણ વ્યવહાર દ્વારા જ જગતને સાચા માર્ગે લઇ જઈ શકાય છે. મિત્ર પોતાના નિ: સ્વાર્થ પ્રેમ વડે જગતને જીવવા જેવું બનાવે છે. કોઈકે સાચું જ કહ્યું છે કે
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય વહે’
આ પંક્તિઓ દ્વારા પણ એ જ સંદેશ મળે છે કે હંમેશા દરેક સાથે મિત્રતા નિભાવવી જોઈએ, અને દુશ્મનાવટને ભગાવવી જોઈએ કારણ કે નિ: સ્વાર્થ મૈત્રી જ જગતનું કલ્યાણ કરી શકે છે.
View full question & answer
Question 134 Marks
‘દીપકના બે દીકરા, કાજળ અને અજવાશ.
એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ.’
Answer
'પ્રસ્તુત પંક્તિઓમાં કવિ દીપક એટલે કે દીવાના પ્રકાશની વાત દ્વારા આ જગતમાં જોવા મળતા વિરોધાભાસની વાત કરે છે. જેવી રીતે દીવામાં સળગતી વાટ છે એ બે કામ કરે છે એક તો એ વાટ બળીને કાજળ ઉત્પન્ન કરે છે. અને તેને કારણે વાટ આખી કાળી બને છે અને તેની આસપાસનું પણ કાળું કરે છે તો બીજી બાજું આ વાટ બળતા ચારેબાજુ પ્રકાશ પથરાય છે અને એના કારણે ચારેય બાજુ અજવાળું પથરાઈ જાય છે. અને અંધકાર દૂર થઇ જાય છે.
આ જ રીતે એક જ માતાના બે સંતાનો હોય તેમાં પણ ઘણો ફરક હોય છે. એક દીકરો સારો હોય છે. સદગુણી હોય છે અને એના સારા વર્તાવ ને ગુણોને કારણે તેના માતાપિતાને સારો યશ મળે છે. સમાજમાં પોતાના માતા પિતાની વાહવાહ કરાવે છે. માતાપિતાને તેનું ગૌરવ થાય છે. તેઓ પોતાને આવા સદગુણી બાળકના માતાપિતા હોવા માટે સદભાગી માને છે. તો બીજી બાજુ બીજું સંતાન એવું પણ હોઈ શકે છે કે જે દુર્ગુણી હોય તેનું વર્તન અને વાણી સારા ન હોય અને તેને કારણે તેના માતાપિતા પણ વગોવાય છે. આવા ખરાબ કર્મો કરનાર બાળકને કપૂત કહેવામાં આવે છે. જે પોતાના માતાપિતાનું કહ્યું માનતા નથી, સ્વચ્છંદી બનીને મનફાવે તેવું વર્તન કર્યા કરે છે, અને તેના કારણે સમાજમાં માતાપિતા ઊંચું મસ્તક કરીને ચાલી શકતા નથી. પોતાના સંતાનને કારણે તેઓ શરમ અનુભવે છે. તેને પોતાનો દીકરો પણ ગણતા નથી. જેમકે એક જ માતાપિતાના બે સંતાનોમાં એક રાવણ હતો અને બીજો વિભીષણ. એક કપૂત ગણાય છે. જ્યારે બીજો સપૂત.
ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સારા સંતાનો પ્રકાશ સમાન છે. તેઓ પોતાના ગુણોરૂપી પ્રકાશ ફેલાવે છે. અને આખી દુનિયાને અંધકારમાંથી બહાર લઇ આવે છે ત્યારે સંતાન કપૂત હોય તો તે ખરાબ કાર્યોની કાળાશ ચારેબાજુ ફેલાવે છે. તેના કર્મોની કાળાશ તેના આખાય કુટુંબને કાળું કરી દે છે. આમ એમ કહી શકાય કે માણસના સારા અને ખરાબ કાર્યો જ તેની ઓળખ ઊભી કરે છે.
View full question & answer
Question 144 Marks
“વિદ્યા પુસ્તકમાં ને પર કબજામાં ધન,
ભીડ પડે કામ ના’વે વિદ્યા ને ધન.”
Answer
પ્રસ્તુત પંક્તિમાં વિદ્યા અને ધનની સાચી ઉપયોગિતા વિશે સમજાવવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ ગમે તેટલી કિંમતી ભલે હોય પણ જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તેની કિંમતનો કોઈ અર્થ રહેતો નથી. જેમ કે સારામાં સારું જ્ઞાન પુસ્તકમાં રહેલું હોય છે અને એ જ્ઞાન માણસને ઉપયોગી બની રહે છે પરંતુ એ પુસ્તકમાં રહેલા જ્ઞાનને જાણીને વાંચીને જ માણસ સંતોષ માની લે અને તેનો યોગ્ય સમયે ઉપયોગ ન કરે તો એ ગમે એટલું વાંચેલું હોય તોય નકામું બની રહે છે માત્ર પુસ્તકના જ્ઞાનને જાણી લેવાથી જ્ઞાની થઇ જવાતું નથી પણ એ જ્ઞાનનો યોગ્ય માર્ગે ઉપયોગ થાય તો જ એ જ્ઞાનનો સાચો અર્થ સિદ્ધ થાય છે. જ્યાં સુધી પુસ્તકમાં રહેલ જ્ઞાનનો ઉપયોગ ન થાય ત્યાં સુધી તે લિખિત જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી. માટે વાંચવાની સાથે સાથે આપણે એ વાચનને વ્યવહારમાં ઉતારવું પણ જરૂરી છે.
જ્ઞાનની જેમ જ પર કબજામાં એટલે કે બીજાની પાસે રહેલું જે ધન છે એ પણ ક્યારેય આપણને કામ લાગતું નથી. બીજા પાસે ગમે તેટલું ધન હોય પણ એ જો કોઈ જરૂરમંદને અણીના સમયે કામ ન આવે તો એ ગમે તેટલું ધન હોય પણ કામનું નથી. એવું ધન શા કામનું કે જે કોઈને ઉપયોગી ન બને ! ધન ખર્ચવા માટે છે યોગ્ય રીતે વાપરવા માટે છે પણ એ ધનનો જો સંગ્રહ જ કરી રાખીએ અને ક્યારેય કોઈને મદદરૂપ ન થઇ શકીએ તો પછી આપણી પાસે ગમે તેટલું ધન હોય તો પણ તેનો અર્થ સરતો નથી. બીન જરૂરી ખર્ચ નહી પણ જ્યાં જરૂરી છે ત્યાં ગમે તેટલો ખર્ચ થાય તો પણ કરવો જોઈએ. માણસ ખૂબ જ મુશ્કેલીમાં હોય, સંકટોના વાદળ ચારે બાજુ ઘેરાઈ ગયા હોય ત્યારે આપણી પાસે ધન હોય તો તેને મદદ કરવી જોઈએ અને જો આપણે એ સંકટગ્રસ્ત વ્યક્તિને મદદ ન કરી શકીએ તો આપણી પાસે ગમે તેટલું ધન હોય તો પણ વ્યર્થ જ છે. જે ધન બીજાને ઉગારી શકતું નથી. તેવા ધનનો કોઈ અર્થ હોતો નથી. જે ધન અને વિદ્યા બીજાને મદદ ન આપી શકે તે વ્યર્થ સાબિત થાય છે.
View full question & answer
Question 154 Marks
પૈસાને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ; રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પામી નાશ.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીન મદમાં રાચતા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસપાત્ર નથી. તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય. કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહિવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં, અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવની વ્યક્તિને પણ સંજોગો બદલાતાં પદ છોડવાની નોબત આવે છે. આ બંને સુખને વિવેહથી ભોગવવાં જોઈએ.
View full question & answer
Question 164 Marks
જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના; પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં નાં.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં લાવે કહે છે જે વ્યક્તિ ભાવિનાં મધુર સ્વપ્નો જોતો નથી તેની જિંદગી નકામી છે. વળી, જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો સ્વપ્નો જ ન કહેવાય. ધ્યેયપૂર્ણ મધુર સ્વપ્નો સેવવામાં આપણને અનેરો આનંદ આવે છે. કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ, યુવાનો વગેરે ભાવિનાંમધુર સ્વપ્નો સેવીને જ પોતાના જીવનમાં ઉલ્લાસ રેડે છે. કેવળ સ્વપ્નદ્રષ્ટા બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી. પરંતુ એ સ્સ્વ્પનો મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતાં હોવાં જોઈએ અને એ સ્વપ્નો સાકાર કરવા માટે મનુષ્યે સખત પરિશ્રમ પણ કરવો જોઈએ. આપણે મધુર જીવન માટે સ્વપ્નો સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું કવિ ઈચ્છે છે.
View full question & answer
Question 174 Marks
ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને , પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાંની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે. કવિ કહે છે કેર આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ; પરંતુ તેને માટે આપણી પાસે મીરાંના જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરાં શ્રીકૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાંને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમલક્ષણાભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમનાં અનેક કામોમાં કૃષ્ણે તેમને મદદ કરી હતી. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરાહજૂર રહે છે. આમ, પ્રભુને પામવા માટે પ્રેમભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે.
View full question & answer
Question 184 Marks
ત્રણ વાનાં મુજને મળ્યા: હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માગવું.
Answer
પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ-હદય, મસ્તક અનેર હાથ આપ્યાં છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક (મગજ-બુદ્ધિ) આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ સ્વર પરિશ્રમ કરવાની વૃત્તિ હોત તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ ત્રણ અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા, ચોથું નથી માગવું.
View full question & answer
Question 194 Marks
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
Answer
આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. ‘મન હોય તો માળવે જવાય’, ‘રોતો જાય એ મૂઆના સમાચાર લાવે’ જેવી કહેવતો પણ પ્રસ્તૃત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે –‘અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.’
આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.
View full question & answer
Question 204 Marks
ઊંચીનીચી ફર્યા કરે, જીવાનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Answer
આ પંક્તિઓમાં કવિ આપણને પરીવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ, આપણું જીવન પણ સુખદુઃખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકોછાંયડો, અમાસપૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.
View full question & answer
Question 214 Marks
કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગુઓ લીમડાની છાયામાં અદભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈભાંડુ આપણી સાથે અબોલા રાખે તોપણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપનો તમાશો જોઇને રાજી થાય છે, જ્યારે ભાઈ આપણું સુખ જોઇને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે. બીજું, આપણાં માબાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ; કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમનાં કડવાં વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે. કહેવત પણ છે કે,કડવી ડવા માં જ પાય.
કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા
કડવાં વચન ન હોય કડવાં હો જી.
View full question & answer
Question 224 Marks
આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ; તે ઘર કદી ન જોઈએ, કંચન વરસે મેહ.
Answer
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહિ અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘર સોનાનો વરસાદ વરસતો હોય તોપણ ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો શ્રીકૃષ્ણે દુર્યોધાનના મહેલના મેવામીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહિ. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.
View full question & answer
Question 234 Marks
આચાર એ જ પ્રચારનું એકમાત્ર સાધન છે.
Answer
$1.$ સામાન્ય અર્થ : પ્રચારનું ઉત્તર સાધન તે આચરણ છે. $2.$ સમજૂતી : કોઈ પણ સિદ્ધાંતને આચરણમાં મૂકવામાં આવે તો તે યોગ્ય જ છે. માત્ર વિચારોને ભાષણ-ઉપદેશ દ્વારા નહિ પણ આચરણ દ્વારા અમલમાં મૂકવાથી વિચારનો અમલ સારી રીતે થાય છે. સંત જ્ઞાનેશ્વરની વાત તો ખબર જ છે કે એક માતા પોતાના બાળકને લઇ તેની પાસે ગઈ અને કહ્યું કે ‘મહારાજ, મારો પુત્ર ગોળ ખુબ ખાય છે. તમે તેને ન ખાવા, ઓછો ખાવા કહો’ – મહારાજે કહ્યું કે તમે દસ દિવસ પછી આવજો. દક્સ દિવસ પછી સંત જ્ઞાનેશ્વરે પુત્રને ગોળ ન ખાવા અંગે જણાવ્યું. માતાએ પૂછ્યું કે તમે આ જ વાત પહેલા કેમ ન કરી ? ત્યારે જવાબ આપ્યો કે ‘હું જ ગોળ ખાતો હોઉં તો બાળકને ના કઈ રીતે પાડી શકું ?’ આટલું નાનું દ્રષ્ટાંત જીવનના દરેક ક્ષેત્ર માટે લાગુ પાડી શકાય છે. પછી તે શાળા હોય, સરકારી કચેરી, બેંક કે ઓફિસ. જો શાળામાં શિક્ષક કે આચાર્ય હંમેશા મોડા આવતા હોય તો તે વિધાર્થીને શાળાએ નિયમિત આવવાનું કઈ રીતે કહી શકે ? ઓફિસર મોડા આવે તો સ્ટાફને સમયસર આવવાનું કઈ રીતે જણાવી શકે ? અંગ્રેજીમાં કહેવત છે ને કે – “Example is better than precept’. વ્યક્તિ જ્યાં સુધી આચરણમાં કોઈ સિદ્ધાંત મૂકતી નથી ત્યાં સુધી સામી વ્યક્તિને વાત સહેલાઈથી સમજાવી શકાતી નથી. ગાંધીજી એ સત્ય અને અહિંસાની વાત લોકોને આચરણમાં મૂકીને સમજાવી. જીવનમાં સત્યને જ પરમેશ્વર તેઓ માનતાં હતાં. આ જ વાત આપણે ગૌતમબુદ્ધ, મહાવીર સ્વામી, અષોજરથ્રુષ્ટનાં કર્મઉપદેશો દ્વારા સમજાવી શકીએ. આ બધાએ કર્મનો ઉપદેશ આપતા પહેલાં તેનું આચરણ કર્યું હતું. આમ વ્યક્તિનાં જીવનમાં ઉપદેશ, બોધ, સલાહ આપતાં પહેલાં વ્યક્તિએ તેને જીવનમાં ઉતાર્યું હતું. $3.$ ઉપદેશ-બોધ :
  • કોઈ પણ વિચારના પ્રચારનું માધ્યમ એ આચરણ છે. આચરણ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
  • જીવનમાં સારું આચરણ જીવનને પ્રગતિના પંથે, ઉન્નતિના શિખરો પર લઇ જાય છે.
View full question & answer
Question 244 Marks
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
Answer
$1.$ સામાન્ય અર્થ : જિંદગીની સફળતા હસ્તરેખામાં હોતી નથી – ચણાયેલી ઈમારત એના નકશામાં હોતી નથી. $2.$ સમજૂતી : આપણે જોઈએ છીએ કે દુનિયામાં કેટલીય વ્યક્તિઓ નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. તેમની દ્રષ્ટિએ નસીબમાં સુખ-સમૃદ્ધિ હોય તો જ મળે એમ માને છે. જીવનમાં પણ આવી વ્યક્તિઓ નિષ્ફળ જાય તો તેઓ નિષ્ફળતા માટે પણ ભાગ્યને જ જવાબદાર ગણે છે. હાથની રેખાઓમાં જાણે જિંદગીની સફળતા લખાયેલી ન હોય એવું મને છે પણ એટલું સમજતા નથી કે હાથની રેખા ભાગ્યોદય દર્શાવતી નથી. આના માટે એક બીજુ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. મકાનના નકશાનું. મકાનનો નકશો ઉમારતનું ચિત્ર દોરી આપણને કેવું બનશે તેનો ખ્યાલ આપે છે. પણ એ ઇમારતને પરિપૂર્ણ કરવાં ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ ને પરિશ્રમની જરૂર પડે છે. પરિશ્રમ કરતાં ફળ પામી શકાય છે. ભગવદગીતમાં કર્મયોગની વાત કરવામાં આવી છે – ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ વળી સંસ્કૃતમાં-उधमेन हि सिद्धयन्ति कार्याणि न मनोरथै: |
नहि सुप्तस्य सिंहस्य प्रवशन्ति मुखे मृगा: || અંગ્રેજીમાં – ‘man is the archiest of his own fortune’ – આ બધા જ દ્રષ્ટાંતો આપણને જીવનમાં શ્રમનો-પરિશ્રમનો મહિમા સમજાવે છે. હાથમાં ભાગ્યની રેખાઓ ગમે તેટલી સબળ હોય પણ તેને સફળ બનાવવા પ્રયાસ કરવો જ પડે છે. કવિ શ્રી રાજેન્દ્ર શાહ પણ કહે છે ને કે – ‘આપણા ઘડવૈયા બાંધવ આપણે’. પુરુષાર્થના મહિમા માટે આપણે દૂર જવાની જરૂર નથી. ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે, નેપોલીયન, ગૌતમ બુદ્ધ, પૂ. ગાંધીબાપુ, અબ્રાહમ લિંકન, મહાવીર સ્વામી જેવી વ્યક્તિઓ જીવનમાં પુરુષાર્થઠ મહાન બની છે. ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ ફોન, ફેક્સ, ઈન્ટરનેટ જેવી વૈજ્ઞાનિક શોધ પાછળ ભાગ્ય નહિ પરિશ્રમ – પુરુષાર્થ રહેલો છે. અરે, માનવીના વિકાસનો પાયો જ પુરુષાર્થ છે નહિતર ‘બેઠેલાનું ભાગ્ય બેઠેલું’ જેવું થાય. મહેનત જ સાચો પારસમણિ છે.
View full question & answer
Question 254 Marks
છે ગરીબોના ફૂબામાં તેલ ટીપુંચ દોહ્યલું ને શ્રીમંતોની કબર પર ધીના દીવા થાય છે.
Answer
$1.$ સામાન્ય અર્થ : ગરીબોનાં કૂબામાં (ઝુંપડીમાં) તેલનું ટીપુંય મળવું મુશ્કેલ છે ને શ્રીમંતો – પૈસાદારોની કબર પર ઘીના દીવા થાય છે. $2.$ સમજૂતી : અહીં આપણને શ્રી કરસનદાસ માણેકે સમાજમાં વ્યાપેલી ઘોર વિષમતાની વાત કરી છે. આમ તો આપણે પ્રગતિશીલ સમાજ, સુધારેલા સમાજની વાતો કરીએ છીએ. પણ સમાજનાં એક વર્ગમાં જેને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓ પણ પ્રાપ્ત થતી નથી તેની તરફ ઉપેક્ષા સેવી રહ્યા છે. ગરીબોને ખાવાના ફાંફા હોય છે, ક્યારેક એક ટંક ખાઈને કે ભૂખ્યા સૂઈ રહેતા હોય છે તો બીજી તરફ પૈસાદારો પોતાના મોજ-શોખ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતાં હોય છે. તેમને ત્યાં લગ્નપ્રસંગે કેટલાય અનાજનો બગાડ થતો હોય છે. ગરીબોને ત્યાં એક દિવસ ખાવાનું બનાવવા માટે તેલ મળવું મુશ્કેલ છે જ્યારે શ્રીમંત લોકો મળવું મુશ્કેલ એવું મોંધુ ધી કબર પર દીવા કરવામાં વેડફી નાખે છે. સમાજની આ આર્થિક વિષમતા ગરીબ લોકોમાં ચોરી-લૂંટફાટ કરવાની વૃત્તિને જન્મ આપે છે. જેને રહેવા માટે ઘર ન હોય, ખાવા માટે અન્ન ન હોય અને પહેરવા પૂરતા વસ્ત્ર ન હોય તો તે વ્યક્તિ સમાજમાં ગુનાહિત વૃત્તિઓ કરે છે. તેમના ઘરે રોજ હોળી જ જોવા મળે છે. આપણી ધાર્મિક અંધશ્રદ્ધાને લીધે પણ ગરીબોને અન્ન મળતું નથી. આપણે શ્રાવણ માસમાં શંકર ભગવાનના મંદિરે દૂધનો અભિષેક કરીએ છીએ. આજ દૂધ મંદિરની બહાર બેઠેલા ગરીબ બાળકોને ન આપી શકાય ? આ જીવતા આત્માને દૂધ મળે તો પરમાત્મા (શંકર) પ્રસન્ન જ થશે. નરસિંહ મહેતા કહે છે ને કે – ‘વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થાકી જીવ થયો એ જ આશે.’ જો જીવાત્માએ શિવ (પરમાત્મા)નું સ્વરૂપ હોય તો આપણે આપણી અંધશ્રદ્ધાને શ્રદ્ધાના સ્વરૂપમાં ન ફેરવી સ્વરૂપમાં ન ફેરવી શકીએ. કારણ શંકરનો અર્થ જ કલ્યાણ થાય છે. સમાજની અંદર અમીર અને ગરીબનો ભેદ દૂર ન થાય ત્યાં સુધી આર્થિક વિષમતા દૂર થવાની જ નથી. $3.$ બોધ-ઉપદેશ :
  • સમાજમાં આર્થિક વિષમતા દૂર કરવાં મનુષ્યે પ્રયત્ન કરવો જ જોઈએ.
  • ધાર્મિક અંધશ્રદ્ધા નહિ પણ શ્રદ્ધાપૂર્વક દરેક જીવમાં પરમાત્મા રહ્યા છે માની જીવાત્માને દુઃખ ન થાય એવું આપણું જીવન હોવું જોઈએ.
  • વ્યક્તિ ધારે તો આ વિષમતા (અમીર અને ગરીબ) માટે જીબન જરૂરિયાતની વસ્તુઓ બધાને મળી રહે એવું જીવન જીવી શકે.
View full question & answer
Question 264 Marks
ચડે પડે જીભ વડે જ માનવી
Answer
$1.$ સામાન્ય અર્થ : માનવી પોતાની જીભ વડે સારા શબ્દો બોલીને પ્રગતિ કરે છે અને ખરાબ શબ્દો બોલીને વિનાશને નોંતરે છે. $2.$ સમજૂતી : માનવીની ચડતી અને પડતી માટે જીભ જ કારણભૂત છે. જીભમાં અમૃત અને વિષ બંને સમાયેલું છે. જીભમાં હાડકા નથી એને આપણે આપણી ભાષામાં લૂલી કહીએ છીએ. માણસની પ્રગતિ ની અધોગતિ બંને માટે જીભ જ જવાબદાર છે. વ્યક્તિ જીવનમાં પ્રગતિના સર્વોચ્ચ સ્થાને મીઠી જીભથી બિરાજી શકે છે, આપણે સમાજનાં દ્રષ્ટાંતો જોઈએ તો સેલ્સમેન, વકીલો, ડૉકટરો, રાજકારણીઓ માટે જીભની મીઠાશ જરૂરી જરૂરી છે. સેલ્સમેન પોતાના વાક્ચાતુર્યથી ગ્રાહકોને આકર્ષી શકે છે ને પોતે સારું કમાઈ શકે છે. જો કોઈ રાજકારણના નેતા પ્રજાને ધુત્કારે કે અપમાન કરે તો તે રાજકારણમાંથી ફેંકાઈ જાય છે. તેવી જ રીતે વકીલો અને ડૉકટરો પોતાના વ્યક્તિત્વ અને અનુભવથી લોકોને જીતી શકે છે. ‘કોયલડી ને કાગ વાને વરતાય નહિ જીભલડીમાં સ્વાદ સાચું સોરઠિયો ભણે.’ – સોરઠમાં લોકો આમ કહે છે. ઉન્નતિના શિખરો સર કરાવતી જીભ એક જ પળમાં અધોગતિની ખીણમાં ધકેલી દે છે. જો વ્યક્તિની વાણીમાં મીઠાશ ન હોય તો તે કદી બીજને પ્રિય થશે નહિ. પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો વૃથા ગૃમાવે ટોલ બહુ બોલીને દેડકાં જો આપણે ઘરે જ કામવાળા નોકરને આપણે તોછડાઈથી કશુ કહીએ તો તે કામ છોડી જતો રહે છે. વેપારી ગ્રાહકો સાથે મીઠો વ્યવહાર ન રાખે તો તેનો વેપાર પડી ભાગે છે. મોટા મોટા ઉધોગપતિઓ, નેતાઓએ પણ જીભની મધુરતા રાખવી જ પડે છે. આપણી જીભ એ કંઈ ફક્ત સ્વાદ પારખવાનું એક જ કામ કરતી નથી, એ તો આપણે વ્યક્તિના જીવનની ચડતીપડતી જોઈ તેથી ખ્યાલ આવી જ જાય છે. આપણા વિચાર, લાગણી, ક્રોધ, આનંદ ને વાણી દ્વારા જીભજ વ્યક્ત કરે છે. એક જાતિના કેટલા અગણિત કર્યો આપણે જાણીએ જ છીએ કે તલવારના કે વાગેલાના ડઘા રુઝાઈ જાય છે પણ વાણીનો ઘ કદી રુઝાતા નથી અને એટલે જ વ્યક્તિએ તેનો ઉપયોગ સમજી વિચારી કારવો જોઈએ. સમાજમાં મિતભાષી લોકો જ બધાને પ્રિય હોય છે. જો કે આ કહેવત તો બે વિરુદ્ધ ભાv દર્શાવે છે. ‘બોલે તેના બોર વેચાય’ ‘ન બોલ્યામાં નવ ગુણ’ પણ સમજી-વિચારીને જે વ્યક્તિ બોલે છે તેના બોલવા પરથી વ્યક્તિની સંસ્કારિકતા, સ્વભાવનો ખ્યાલ આવી શકે છે. સંસ્કૃતમાં એક સુભાષિત મીઠી વાણી માટે છે – प्रियवाकयं प्रदानेन सर्वे तृष्यन्ति जन्तव: | तस्मात् तदेव वक्तव्यं वचने का दरिद्रता || પ્રિયવાણી બોલવાથી બધા પ્રાણીઓ (જીવો) સંતોષ અનુભવે છે. તેથી તેવું જ (મીઠું) બોલવું જોઈએ. બોલવામાં શી ગરીબાઈ ? બોલવાના ક્યાં પૈસા થાય છે ? એમ માંની વધુ બોલનાર પોતાનું માન ગુમાવે છે. બત્રીસદાંતની વચ્ચે આવેલી એક જીભનાં સ્વાદ પારખવાનું અને બોલવાનું બે કાર્ય હોવા છતાં વ્યક્તિ તેનો સમજી વિચારી ઉપયોગકરતો નથી તેથી દુઃખી થાય છે. વ્યક્તિ સ્વભાવે સુખી ને સ્વભાવે દુઃખી એ જીભના કારણે જ છે ને ! $3.$ બોધ-ઉપદેશ :
  • વ્યક્તિનાં જીવનમાં પ્રગતિ ને અધોગતિ જીભને લીધે જ થાય છે.
  • જીભથી વેર વધે છે ને જીભથી પ્રેમ-ભાવના પણ વધે છે.
  • મિતભાષી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે.
View full question & answer
Question 274 Marks
‘ભળીશ નહિ જનોથી, મિત્ર, સ્ત્રી, બાળકોથી;,
જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.’
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મિત્ર, સ્ત્રી, બાળકો અને સમાજથી અલગ એવા પુસ્તકના સાનિધ્યમાં જીવવાની ઝખના વ્યક્તકરી છે. આપણે જાણીએ છીએ કે મિત્ર હશે તો તે ક્યારેક આપણાથી દૂર થઇ શકે છે. સ્ત્રી પણ માણસને ક્યારેક દગો આપીને તેનાથી દૂર થઇ શકે છે, બાળકો પણ પોતપોતાના રસ્તે ચાલતા થાય છે. ટૂંકમાં આ બધા એવા છે કે ટે તમારો સાથ ક્યારે છોડી દે ટે કહેવાય નહી, પણ પુસ્તક એ એક એવો સાથી છે જે તમને સુખ અને દુ:ખમાં ક્યારેય છેહ – દગો આપતું નથી. તે તમને મુશ્કેલીના સમયે છોડી નથી દેતો પણ મુશ્કેલીમાં યોગ્ય માર્ગ ચીંધે છે.
માનવ જીવનમાં પુસ્તકનું ખુબ જ મહત્વ છે. પુસ્તક, સાચો મિત્ર છે, સાચો માર્ગદર્શક છે. માટે જીવનમાં હંમેશા વાચનની ટેવ વિકસાવવી જોઈએ. દરેક ક્ષેત્રના પુસ્તકોના વાંચનથી આગવું મનોવિશ્વ રચાય છે. સાહિત્ય, રાજકારણ, ફિલ્મ, રમતગમત, વિજ્ઞાન, કલા વગેરે વિષયોના પુસ્તકોના વાચનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. પુસ્તક પોતે જ આપણો સાચો સ્વજન બની જાય છે. અને તેથી સમાજ કે સ્વજનોની ખોટ પુસ્તક પૂરે છે. ટે પૂરક બની રહે છે.
પ્રસ્તુત પંક્તિ દ્વારા પુસ્તકને મિત્ર બનાવી જીવન જીવવાની ખુમારી પ્રગટ કરવામાં આવી છે. જીવનમાં વાંચન અને પુસ્તકોનું મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે. ઉત્તમ જીવનચરિત્રોનાં વાંચન દ્વારા ઉમદા વ્યક્તિત્વ ઘડતર થાય છે. આમ ખરેખર પુસ્તકોની સહારો લેવાથી પુસ્તક આપણને જીવન જીવવાનો સાચો સહારો પૂરો પાડે છે. પુસ્તક આપણો સાચો સાથી બની રહે છે.
View full question & answer
Question 284 Marks
‘વિદ્યા વિનયથી શોભે છે’
Answer
પ્રસ્તુત પંક્તિમાં વિદ્યાની સાથે સાથે વિનયનો મહિમા કરવામાં આવ્યો છે. શિષ્યમાં ગુરુ દ્વારા આપવામાં આવતી વિદ્યા અઢળક પ્રમાણમાં હોય, ભણવામાં ખૂબ હોંશિયાર હોય પણ સાથે સાથે એ શિષ્યમાં જો વિનયરૂપી સંસ્કાર હશે તો જ તેની વિદ્યા વધારે શોભી ઉઠશે. અને જો શિષ્યમાં માત્ર વિદ્યા હોય પણ તેનામાં વિનય વિવેકનો અભાવ હશે તો તે શિષ્યની વિદ્યા લાંબો સમય ટકશે નહિ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે વિધાર્થી વિનયી હશે તેનામાં વિદ્યા આપોઆપ આવે છે. તેનો વિવેક તેને જ્ઞાન પણ અપાવે છે.
View full question & answer
Question 294 Marks
'હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.'
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પાપની સામે અડગ દિલથી લડવાની વાત કરી છે. પાપ કરનારને આપણે સજા કરવાની કે મારવાની જરૂર નથી પણ તેની અંદર રહેલા પાપીને સજા કરવાની છે. માણસ માત્ર ભૂલને પાત્ર છે. માટે એ ભૂલતો કરવાનો જ છે. જે ભૂલને આપણે પાપનું નામ આપીએ છીએ, પરંતુ આપણે એ સમજવું જરૂરી છે કે ભૂલ માણસથી જ થાય છે માટે આપણે એની ભૂલને સુધારવાનો મોકો આપવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આ જગતમાં કોઇપણ માણસ પાપ કરે, ભૂલ કરે તો કાયદામાં તેની સજાની જોગવાઈ કરવામાં આવે છે. અને તે માણસને દંડ કરવામાં આવે છે. પણ આ રીત યોગ્ય નથી. માણસે પાપ કર્યા તો તેની પાછળનું કારણ જાણવું જોઈએ એને ત્યાર પછી તેને પાપની સજા સર્જનાત્મક આપવી જોઈએ. એને એવી સજા કરવી જોઈએ કે જેથી એને ખરેખર પસ્તાવો થાય. અને એ ફરીથી આવું પાપ ન જ થાય તેવા પ્રયત્નો કરે, પોતાની જાતને સુધારવા પ્રયત્ન કરે. અને એ જ સાચી રીત છે. જો પાપીને કોઈ શારીરિક કે એવી પીડા આપીને સજા કરવામાં આવશે તો તેની પોતાની પીડાને કારણે તેનામાં બદલો લેવાની ભાવના જાગશે અને એના પાપો અટકવાને બદલે વધતા જશે. અને એ રીતે સમાજમાં પાપોની પરંપરા ચાલુ જ રહેશે. પાપી માણસને સાચો પ્રેમ આપીને તેને સાચા માર્ગે વાળી શકાય છે. જેમ કે વાલિયો લુંટારો લુંટ કરવાનું પાપ કરતો હતો પણ તેને સાચો માર્ગ દર્શાવતા તે લુંટનો માર્ગ છોડી દે છે. અને વાલ્મિકી ઋષિ બની જાય છે. આમ ઘણીવાર માણસને સમય સંજોગો અને વાતાવરણ પાપો કરવા પ્રેરતા હોય છે. અને જો તેનો અભ્યાસ કરીને તેને ક્ષમા આપવામાં આવે તો તે વ્યક્તિ પણ પાપ કર્મ કરતાં અટકી જઈ શકે છે અને સદભાગે વળી જઈ શકે છે. માટે જ કવિએ યોગ્ય કહ્યું છે કે પાપી સામે તમે લડશો નહી, પાપીનો નાશ કરવાનો પ્રયત્ન કરશોનહિ. નહિતર પાપો વધતાં જ જશે પણ જો તમે પાપીમાં રહેલ પાપવૃત્તિને સુધારવા માટે તેની નજીક જઈને તેને ક્ષમા આપશો તો તેનામાં રહેલો માનવ જાગી શકે છે. અને તે યોગ્ય દિશાએ વળી શકે છે. શ્રી ઝચેરચંદ મેઘાણીએ પોતાની ‘બદમાશ’ વાર્તા દ્વારા આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાપી જન્મથી પાપી હોતા નથી પણ સમય સંજોગો તેમને પાપી બનાવે છે. એ વાત અલારખાના પાત્ર દ્વારા સિદ્ધ થાય છે.
View full question & answer
Question 304 Marks
‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ ?’
Answer
પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવીની ગુલામી વિશે પ્રશ્ન કર્યો છે. આપણે જોઈએ છીએ ઈશ્વરે સર્જેલા કુદરતના તત્વો સ્વતંત્ર છે. પશુ, પક્ષી, જીવ – જંતુ વગેરે પોતે ઈચ્છે ત્યાં વિચરી શકે છે. એમનાં માટે આ જગતના કોઈ નિયમ હોતા નથી. એ પોતે ઈચ્છે તેવું વર્તન કરી શકે છે. એમને કોઈ મર્યાદામાં બંધન નડતાં નથી પરંતુ પ્રકૃતિનું એક જ તત્વ એવું છે કે જેને આ દુનિયાએ મર્યાદાના બંધનોથી બાંધીને ગુલામ બનાવી દીધું છે. અને તે છે માનવી. માણસને સમાજના બંધનો છે, કાયદાના બંધનો છે. પોતાના માનવીઓ જ પોતાના માનવીને બંધનમાં બાંધીને ગુલામ બનાવે છે. અને એ બંધનો માનવી કોઇપણ રીતે ફગાવી શકતો નથી. અને જો માનવી આ મર્યાદાના બંધનો તોડીને તેનાથી ઉલટો ચાલવાનો પ્રયત્ન કરે તો આ સમાજના અન્ય માનવીઓ જ તેને તેમ કરતાં રોકે છે. ઈશ્વરે તો માણસને બુદ્ધિશક્તિ, વિચારશક્તિ, જેવી વિશિષ્ટતા આપી પણ તેણે તેનો દુરુપયોગ કર્યો અને પોતે જ પોતાને ગુલામ અવસ્થામાં મૂકી દીધો.
આમ, તમામ પ્રકૃતિ સ્વતંત્ર છે તેમ માનવી પણ સ્વતંત્ર છે. પણ માનવીની વૃત્તિઓ જ માણસને ગુલામી તરફ ધકેલી દે છે. અને આ વૃત્તિઓ પર જો માનવી અંકુશ રાખે અને વર્તન કરે તો માનવી પણ સ્વતંત્ર રહી શકે છે.
View full question & answer
Question 314 Marks
“પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પાયા વિનાની ઈમારત જેવું છે.”
Answer
પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવ જીવનની વિશિષ્ટતા દર્શાવી છે. કોઇપણ માણસના જીવનમાં એક ચોક્કસ લક્ષ્ય, ધ્યેય હોવો જરૂરી છે. અને એ ધ્યેયને લક્ષ્યને મેળવવા માટે માણસે જીવનમાં પ્રતિજ્ઞાબદ્ધ થવું જરૂરી છે. કોઇપણ કાર્ય હું કરીશ એમ તમે કહો એના કરતા આ કાર્ય હું આટલા સમયમાં જ કરવાની પ્રતિજ્ઞા લઉં છું એમ કહેતાં એ કાર્ય એ સમય દરમ્યાન ચોક્કસ થાય જ. પ્રતિજ્ઞા વિનાનું જીવન એ પશુ સમાન છે. માણસને ઈશ્વરે વિશિષ્ટ શક્તિ આપેલી છે અને એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે માણસે જીવનમાં પ્રતિજ્ઞાબદ્ધ થવું જરૂરી છે. જીવનમાં દરેક માણસ કાર્ય તો કરે જ છે. પણ કેટલાંક માણસો એવા હોય છે કે જેઓ પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે જીવનમાં અમુક નિયમો ઘડે છે. અને તેના આ નિયમો જ તેને સાચી સિદ્ધિ અપાવે છે. જે રીતે ઈમારત બનાવવી હોય તો પ્રથમ પાયો મજબુત કરવો જરૂરી છે. તેવી જ રીતે આપણે જીવનમાં સફળ થવા, આગળ વધવા, પ્રગતિ કરવા માટે પાયાથી જ પ્રતિજ્ઞાબદ્ધ રહેવું જોઈએ. જીવનમાં કાર્યની શરૂઆતથી જ એક લક્ષ્ય, ધ્યેય નક્કી કરીને ચાલવું જોઈએ. જેથી આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં પહોંચવાનું છે. અને ત્યાં પહોંચવા માટે આપણે શું કરવાનું છે અને એ માટે આપણે કટીબદ્ધ બનીએ છીએ. બાકી જીવનમાં લક્ષ્ય વગર જો ચાલતા જ રહીશું તો આપણને આપણી મંઝીલ ક્યારેય નહી મળે, કારણ કે આપણને આપણી મંઝીલ જ ખબર ન હોય તો આપણે કેવી રીતે ચાલી શકીએ. તેથી જ કવિએ કહ્યું છે તેમ દરેક માણસે જીવનમાં એક લક્ષ્ય, પ્રતિજ્ઞા લઈને ચાલવું જોઈએ અને તેની આ પ્રતિજ્ઞા જ તેને વિકાસ અને લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે.
View full question & answer
Question 324 Marks
સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીઝ્યું ચાટે મુખ.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે. કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકાર દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે. પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય. તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતાં પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે, ‘મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.’ અર્થાત્ नादान की दोस्ती में जान का खतरा | આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ.
View full question & answer
Question 334 Marks
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પટ જાય; ચંદન પડિયું ચોકમાં, ઇંધણ મૂલ વેચાય.
Answer
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય આર્થાત જેને ગુણ પારખતાં આવડતું ન હોય તેનો સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી કિંમત ઘટી જાય છે. કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ ઇંઘણના લાકડાં જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડાં સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઇંઘણને લાયક લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરામાંથી હીરામોતી આવી પડે તો તેઓ એની કિંમત કાંકરો જેટલી જ આંકે છે. જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય, એવી વ્યક્તિથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે. માણસે કદરહીન વ્યક્તિઓથી સો ગજ છેટે રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ.
View full question & answer
Question 344 Marks
સુખ દુઃખ છે જીવનની મેચ,
કોઈનો ફટકો તો કોઈનો કેચ.
Answer
જગત અને જીવનમાં સુખ અને દુઃખ એક સાથે ચાલતા રહેતાં છે. જ્યારે કોઈને સુખ મળે ત્યારે બીજાને ક્યારેક દુઃખ પણ લાગે છે. આ સુખ-દુઃખની રમતમાં દરેક વ્યક્તિ કંઈક ન કંઈક અનુભવતો રહે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવતાં રહે છે, અને આ જ જીવનને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવે છે.
View full question & answer
Question 354 Marks
‘શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક,
જેમાં સુખ દુઃખ પામીએ, તે લાખોમાં એક;
Answer
શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ, તે લાખોમાં એક
મિત્રતા એ જીવનનો અહમ ભાગ છે. ઘણી બધી ઓળખાણીઓ અને સંબંધીઓ મળી જાય છે, પણ સાચા અને ખરા મિત્રોને મળવું ખૂબ કઠિન હોય છે. સાચા મિત્રો જ એવા હોય છે જેઓ જીવનના સુખ-દુઃખમાં આપણું સાથ આપે છે. આવા મિત્રો ની સંખ્યા અતિ ઓછી હોય છે, તે કરોડોમાં એકજ મળે. એટલે મિત્રોને સારી રીતે ઓળખવી અને સાચા મિત્રોને જ જીવનમાં જોડવી એ ખૂબ જરૂરી છે.
View full question & answer
વિચાર વિસ્તાર - Gujarati STD 10 Questions - Vidyadip