Question
ભારત પર વિદેશી આક્રમણો $:$

Answer

પ્રાચીન સમયથી ભારત આર્થિક રીતે સમૃધ્ધ રાષ્ટ્ર હતું.' ભારતની અઢળક ધનસંપતિને પ્રાપ્ત કરવા અને પાછળથી રાજ્યસતા વિસ્તારવામાં હેતુથી આઠમી સદીથી બારમી સદી દરમિયાન ભારત પર અનેક મુસ્લિમ આક્રમણો થયા. આઠમી સદીમાં ઉત્તર પશ્ચિમ દિશામાંથી મુહમ્મદ ઈબ્દ કાસીમ જયારે વાયવ્ય ખૂણેથી સબકતગીને ભારત પર આક્રમણ કર્યું. પરંતુ તે ભારત શાસકોને હરાવવામાં સફળ ન નીવડ્યા. $10$ મી સદીમાં મહંમદ ગઝની એ ભારત પર અનેક વાર ચડાઈઓ કરી. તે ભારતની ધનસંપતિ લૂંટીને પાછો ચાલ્યો જતો હતો. ઈ.સ. $1025$ માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી તેની ધનસંપતિ લૂંટિ મંદિરનો ધ્વંશ કર્યો હતો. આ સમય દરમિયાન ભારતના અનેક નાના નાના રાજા રજવાડાઓ એકત્રીત થઈ વિદેશી આક્રમણકારોને જવાબ આપવા તૈયારી નહોતી દર્શાવી. $12$ મી સદીના અંતમાં શિહાબુદિન ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું. તરઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને તેને ભારતમાં મુસ્લીમ શાસન (સલ્તનત) ની શરૂઆત કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free