Question
ભારતમાં જળતંગીની સમસ્યા સર્જાવાના સંજોગો જણાવો.

Answer

$(1)$ ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
$(2)$ આજે પણ ભારતનાં $8\%$ શહેરોમાં અને $50\%$ ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.
$(3)$ પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્રારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
$(4)$ આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન સાચું છે કે ખોટું તે જણાવો $:$
$(1)$ અકબરના મનસબદાર માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
$(2)$ ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
$(3)$ ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
$(4)$ દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
રાજ્યપાલનાં મુખ્ય કાર્યો જણાવો.
સાચી મિત્રતાના પ્રસંગોની વર્ગખંડમાં ચર્ચા કરો.
લોએસનું મેદાન કોને કહેવામાં આવે છે ?
વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?
ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય શાથી થયો ?
રાજ્યપાલનો પરિચય આપો.
ભારતીય સ્ત્રી જીવન વિશે ટૂંકનોંધ લખો.
સહરાના રણની વનસ્પતિ અને પ્રાણીજગત વિશે લખો.
નીચેનાં રાજ્યોને ઉત્તર ભારતનાં રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વર્ગીકરણ કરો:
માળવા, અણહિલવાડ પાટણ, કલ્યાણી, પાંડ્ય, ગઢવાલ, વરંગલ, બંગાળ, ચોલમંડળ, બુંદેલખંડ, ચેર, વેગી, શાકંભરી, વાતાપી (બદામી).