Question
છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોધ લખો.

Answer

છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા $40$ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ સાથે સંઘર્ષ કરી તેમણે અનેક વિજયો મેળવ્યા હતા. જેમ કે, ઈ. સ. $1646$ માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહૂલીના કિલ્લા જીત્યા હતા. ઈ. સ. $1670$ માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને જીંજીના કિલ્લા જીત્યા હતા. ઈ. સ. $1677$ માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free