Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનસંસાધનોનું જતન અને સંરક્ષણ4 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ અભયારણ્ય
✓
Answer
અભયારણ્યો વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રો છે.
વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરા પાડે છે.
વન્યજીવોને લુપ્ત થતાં બચાવે છે.
ભારતમાં નીચે મુજબના સંરક્ષિત ક્ષેત્રો છે :
જમ્મુ$-$કાશ્મીર અને લદ્દાખમાં કશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે.
ગુજરાતના ગીરનાં જંગલોમાં સિંહ વસે છે.
પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન હિમાલયનાં ક્ષેત્રોમાં વાઘ જોવા મળે છે.
બંગાળનો વાઘ વિશ્વની આઠ જાતિઓમાંની એક છે.
ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે.
ભારતનું વિશિષ્ટ પ્રાણી એક શિંગી ગેંડો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે.
કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે.
ભારત એક જ એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે.
દાંતા, જેસોર, વિજયનગર અને ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે.
ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિનાં પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.
ગુજરાતના નળસરોવરમાં શિયાળામાં યાયાવર પક્ષીઓ આવે છે. સુરખાબ ગુજરાતનું છે.
ભારતના દરિયાકિનારે મેકરલ, બૂમલા, ઝિંગા, શાર્ક, સાલમન, ડોલ્ફિન વગેરે માછલીઓ મળે છે.
હિમાલયનાં શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.