દાન અલગ- અલગ પ્રકારના છે. ધનનું દાન, ચીજવસ્તુનું દાન, વિધાનું દાન, કન્યાદાન વગેરે ઘણાં દાણ જાહેરમાં કરવા પડે તેવા છે, જ્યારે ઘણાં દાન આવે છે, જે વિશે ગુપ્તતા જાળવી શકાય. ગુપ્ત દાનનો મહિમાં અધિક છે. દાન કરનાર, દાન કર્યા પછી તેના વિશે કોઈને જાણ નથી કરતો. કરેલા દાનની વાહ વાહ નથી કરતો/કરાવતો . આવા ગુપ્ત દાનમાં ઉદાહરણ તરીકે કાવ્યમાં કવિ જણાવે છે કે, એક હાથે કરેલા દાનની જાણ બીજા હાથને પણ થવી ન જોઈએ. – આટલી બધી ગુપ્તતા હો રાખીએ, તો એવા દાનનો મહિમા વધી જાય છે.