આ જગતમાં ઝેર પીને અમૃત આપવાનું કામ બહુ અઘરું ગણાય છે. સમાજ માં અનેક લોકોને એકબીજા સાથે સારા-સારી નથી રહેતી. દુઃખ અને પીડાને કારણે આપસમાં વેર-ઝેર રહ્યાં કરે છે, કવિ આવાં વેર-ઝેરને પી જઈને, ભૂલી જઈને – જગતને શાંતિ, સુધા, અમૃતનું પાન કરાવવા માગે છે, દુ:ખને ગળી જવાના અને બદલામાં સુખ કે અમૃત આપવાનું કામ બહુ અઘરું ગણાય છે. માત્ર ઈશ્વરની દયા હોય તો જ આવું કામ થઈ શકે,