Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો3 Marks
Question
દક્ષિણ ભારતના ચાલુક્યવંશનો પરિચય આપો.
✓
Answer
ચાલુક્યવંશનું રાજ્ય દક્ષિણ ભારતનું એક મહત્ત્વનું રાજ્ય હતું. આ રાજ્યનો પ્રથમ રાજા જયસિંહ હતો. તેણે ઈ. સ. $540$ માં વાતાપી (વર્તમાન સમયમાં બાદામી) ને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ચાલુક્યવંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતાં તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની બેંગીમાં રાખી હોવાથી તેઓ 'વેંગીના ચાલુક્યો'ના નામે ઓળખાયા. ચાલુક્યવંશની એક બીજી શાખાએ કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હતી. તેથી એ ચાલુક્યો 'કલ્યાણીના ચાલુક્યો'ના નામે ઓળખાયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.