જો વસ્તુ કે સ્થળની માહિતી આપેલી હોય તો તે માહિતીને ચઢતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ પરંતુ સમય આધારિત માહિતી આપેલી હોય ત્યારે તે માહિતી સમય અનુસાર જ સ્તંભાકૃતિમાં દર્શાવાય છે.
સ્તંભાકૃતિમાં દોરેલ સ્તંભાકૃતિમાં દર્શાવાય છે.
સ્તંભાકૃતિમાં દોરેલ સ્તંભોની ઉંચાઈની સરખામણી દ્વારા વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમયની માહિતીના યોગ્ય તારણો મેળવવામાં આવે છે.
$(2)$ પાસપાસેના સ્તંભો દર્શાવતી સ્તંભાકૃતિ :
વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત માહિતી આપી હોય ત્યારે પાસપાસેના સ્તંભો દર્શાવતી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે.
જો આપેલ માહિતી સમય સાથે સંકળાયેલી હોય તો તેને આપેલા સમયના ક્રમમાં જ રજૂ કરવામાં આવે છે.
પરંતુ જો માહિતી સમયના એકમ સાથે સંકળાયેલ ન હોય ત્યારે વિવિધ લક્ષણોની માહિતી પૈકી કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને માહિતી ચઢતાં કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી તેને આકૃતિમાં દર્શાવાય છે.
ઉત્પાદન અને વેચાણ, આયાત અને નિકાસ, જન્મદર અને મૃત્યુદર જેવી સંબંધિત આંકડાકીય માહિતી માટે આ આકૃતિ વધુ યોગ્ય છે.
$(3)$ સાદી વિભાજિત સ્તંભાકૃતિ :
વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે આપેલી માહિતીની પરસ્પર સંબંધિત પેટામાહિતીને આકૃતિમાં દર્શાવવા માટે સ્તંભાકૃતિના સ્તંભોને પેટામાહિતી પ્રમાણે વિભાજિત કરવા પડે છે.
આ રીતે મળતી આકૃતિને સાદી વિભાજિત સ્તંભાકૃતિ કહે છે.
ટૂંકમાં જ્યારે કુલ માહિતી આપેલી હોય ત્યારે તે માહિતીના જુદા જુદા પેટાવિભાગોને રજૂ કરવા માટે સાદી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ થાય છે.
$(4)$ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ :
કુલ માહિતીની પેટા માહિતીની યોગ્ય સરખામણી કે તુલના કરવા માટે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. અહીં કુલ માહિતીને $100 \%$ ગણી તે માહિતીના પેટા માહિતીના ઘટકોની ટકાવારી શોધવામાં આવે છે.
માહિતી દર્શાવતો સ્તંભ $100 \%$ પ્રમાણમાં લઈ તેને પેટા માહિતીની ટકાવારી પ્રમાણે તે સ્તંભને વિભાજિત કરવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.