Question
ગુજરાતનાં લોકનૃત્યો અને હસ્તકલાનો પરિચય આપો.

Answer

ગુજરાત તેની લોકસંસ્કૃતિ, તેનાં લોકનૃત્યો અને સુભરતગૂંથણ જેવી હસ્ત$-$કલાકારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત થયેલું છે. ગુજરાતની લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ ભવાઈ, નાટકો, ગરબો, રાસ વગેરેમાં પડેલ છે. ભવાઈ ’ એ ખૂબ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યાં છે. ભવાઈનું લેખન કરવાનું અને ભવાઈ ભજવવાનું શ્રેય અસાઇત ઠાકરને ફાળે જાય છે. ‘ રાસ' એટલે વર્તુળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે. ગુજરાતમાં ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને ‘ હુડો ’ કહેવામાં આવે છે. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગરબા રમાય છે. ગરબી શબ્દ પરથી ઊતરી આવેલ શબ્દ ગરબો આદ્યશક્તિની આરાધના અને સ્તુતિનું પ્રતીક છે. ભક્તકવિ દયારામના સમયથી ગરબીનો નોંધપાત્ર વિકાસ થયો છે. નવરાત્રીમાં સ્ત્રીઓ અને પુરુષો ગરબો, ગરબી અને રાસ રમીને ઉત્સવ ઊજવે છે. ગુજરાતના લોકોના પહેરવેશમાં અનેક પ્રકારની વિવિધતા પ્રવર્તે છે. ગુજરાતની કલા$-$કારીગરીમાં કચ્છનું ભરતકામ અને મોતીકામ; પાટણનાં પટોળાં; જામનગર, અને જેતપુરની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી; બની અને ખદિર વિસ્તારમાં કચ્છીસ્ત્રીઓ દ્વારા તૈયાર થતું ભરતગૂંથણ વગેરે બાબતો વિશ્વવિખ્યાત થઈ છે પાટણમાં છેક અગિયારમી$–$બારમી સદીથી પાટણના કુશળ કારીગરો $($સાળવીઓ$)$ એ બનાવેલાં પટોળાં વિશ્વભરમાં પ્રખ્યાત થયાં છે. એ પટોળાં તેના ટકાઉ વણાટકામ અને પાકા રંગો માટે વિશ્વમાં પ્રખ્યાત છે. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે, ‘ પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ. '

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free