Question
વિધાનપરિષદની રચના કઈ રીતે થાય છે ?

Answer

વિધાનપરિષદ એ ધારાસભાનું ઉપલું ગૃહ છે. વિધાનપરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોનાં મતદાર મંડળો ચૂંટે છે. વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર $30$ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે. વિધાનપરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. વિધાનપરિષદ રાખવી કે નહિ તે રાજ્ય નક્કી કરે છે. ભારતમાં બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાનપરિષદો છે. ગુજરાતમાં વિધાનપરિષદ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free