હરિકૃષ્ણ પાઠકે ‘જીવમાં જીવ આવ્યો' સૉનેટમાં ઉનાળાની આકળ- વિકળ સ્થિતિ પછી વર્ષાનું આગમન થતાં સમગ્ર સૃષ્ટિમાં નવજીવનનો સંચાર થઈ જાય છે તેનું આબેહૂબ ચિત્રણ કર્યું છે. સમગ્ર ધરતી પર ધૂળની ડમરીઓ ઊડતી હતી, પોમધખતા તાપમાં પક્ષીઓ આકુળવ્યાકુળ થઈ ગયાં હતાં, કાળઝાળ ગરમીથી રાહડાઓ તપી ગયા હતાં, વૃક્ષોના પાંદડાઓ પીળા પડી ગયા હતાં, આકરી તાપ પડતો હતો એવા સમયે ઝરમર વરસાદનાં ઝીણાં ઝીણાં કોરો પડે છે અને સમગ્ર પરતી ઉપર બધાના જીવમાં જીવ આવે છે. માત્ર માણસને જ નહીં પણ સમગ્ર સૃષ્ટિના જીવમાં જીવ આવે છે. વંટોળાતી પવન ડમરી ઝરમર વરસાદથી ઠરીઠામ થઈ જાય છે, હાંકી ગયેલા પક્ષીઓ વરસાદથી આનંદમાં આવી જાય છે, વૃક્ષોના પાંદડે પાંદડે જોમ આવી જાય છે, તાપમાં ખદબદી રહેલા રાહડાઓની કીડીઓ આનંદમાં આવીને ઝાડને થડે લાઈન બંધ ચઢવા લાગે છે, ક્યાંક ક્યાંક પડતો તડકો જાણે સોના-રૂપાથી મક્યો હોય એવો લાગે છે. ધરતીનું રૂપ વરસાદના ફોરાંથી ફૂટું ફૂટું થઈ જાય છે, ખીલી ઊઠે છે વન-વગડે પક્ષીઓના ગીતના પૂર આવ્યા હોય એવું સંભળાય છે. સમગ્ર સૃષ્ટિમાં બધાં જ જીવોમાં વરસાદના આગમનથી જીવમાં જીવ આવી જાય છે. એ રીતે 'જીવમાં જીવ આવ્યો' શીર્ષકની સાર્થકતા જોવા મળે છે.