‘ક્યારે વાગી’ લોકગીતમાંકૃષ્ણ, મોરલી, ગોપી અને મોરલીના નાદને એકમેકની સાથે સુંદર વણી લેવાયું છે.ગોપીઓ કાનાની મોરલી સાંભળી ઘરનાં બધાં કામ પડતા મૂકી કૃષ્ણપ્રેમ પામવાતેની તરફ દોડી જાયછે.
એટલું જ નહિ,વાંસળીના મીઠાં – મધુરાં સૂર સાંભળીને ગોપીઓ પોતાની સહિયરના સાથને, પોતાના ઘરડા, મા – બાપને અને પોતાના રડતા બાળકોને મુકીને કૃષ્ણને પામવા, વાંસળીનાસૂર જે દિશામાંથી આવે છેતે દિશામાં દોડી જાય છે.
આવી કૃષ્ણ ભક્તિને, પંક્તિએ – પંક્તિએ રજુ કરી લોકગીતનારચનાકારેભક્તિમય વાતાવરણ ઉભુ કર્યું છે અને કાનાની મોરલીની સાથે સાથેકાનાની ગોપીઓને નજર સમક્ષરજુ કરી શક્યા છે.