Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત3 Marks
Question
કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
✓
Answer
કૃષ્ણદેવરાય તુલવવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે “આંધ્ર ભોજ” તરીકે જાણીતા બન્યા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.