Question
ભૂકંપ વિશે ટૂંકમાં માહિતી આપો.

Answer

પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને 'ભૂકંપ' કહે છે. પૃથ્વીસપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેની અસરોને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. ભૂકંપને લીધે જાન-માલની ભારે ખુવારી વેઠવી પડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free