Question
‘જીવમાં જીવ આવ્યો’ – શિર્ષકની યથાર્થતા ચર્ચો.

Answer

ગરમીથી ત્રાહિમામ્ થઇ ઉઠેલી પ્રકૃતિ, જીવજંતુ, વૃક્ષો, સૌ કોઈ વર્ષાની રાહ જોતા હોય ,એવા સમયે ઋતુની પ્રથમ વર્ષા–જીણા ફોરાં સ્વરૂપે આવે, તેનાથી સમગ્ર વાતાવરણમાં બદલાવ દેખાયા લાગે છે. આ દરેક બદલાવની ટુંકી નોંધ આ મુજબ છે :
  • વંટોળ તેમજ પવન–ડમરી ઠરીઠામ થઇ ગયા.
  • પક્ષીઓ માળામાં ઠંડી હવામાં ઝૂલીને થયેલા પર્ણો પર વર્ષાનું પાણી પડતા જ, પર્ણો સ્વચ્છ ને ઉજળા થયા છે.
  • તાપથી ત્રસ્ત કીડીઓ વર્ષાના આગમનની સાથે જ દરમાંથી બહાર વૃક્ષના થળ પર લાઈનબદ્ધ ચઢવા લાગી.
  • ઝરમર–ઝરમર ફોરાંના આગમનથી વાતાવરણમાં સૂર્યનો તડકો જાણે સોને–રૂપે જડાયેલો હોય તેવો લાગે છે.
  • ગરમીથી ફાટ–ફાટ થતી ધરા, વરસાદના આગમનથી જાણે રૂપરંગ બદલીને સ્વરુપવાન સુંદરી જેવી બની ગયેલી લાગે છે.
  • વગડામાં મોર, ઢેલ, કોયલ વગેરેના મીઠાં અવાજવાળા ટહુકાથી વાતાવરણ સંગીતમય બન્યું છે.
આમ, અત્ર તત્ર સર્વત્ર પ્રકૃતિ સજીવ બની ગયેલી લાગે છે આં વૃક્ષો, જીવજંતુ આ સૌના જીવમાં જીવ આવી ગયો હોય એવી લાગણી થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions