Question
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.

Answer

લાભ :
  • તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે.
  • તે નિરિક્ષકથી મેળવી શકાય છે.
  • તે આલેખ પરથી શોધી શકાય છે.
  • જયારે આવૃત્તિ-વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે.
  • અતિ મોટા અને અતિ નાના અવલોકનોની તેના પર ઓછી અસર થાય છે.
  • કેટલીક માહિતી ખૂટતી હોય તોપણ તે શોધી શકાય છે.
ગેરલાભ:
  • તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી.
  • તે બધા અવલોકનો પર આધારિત હોતુ નથી.
  • વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી.
  • મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે.   

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આગણક દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભ જણાવો.
એક આવૃત્તિ-વિતરણ માટે $4 \bar{x}=6 M_{o}=144$, s = 64 અને $Q_{3}+Q_{1}=6\left(Q_{3}-Q_{1}\right)=60$ હોય, તો કાર્લ પિયર્સનની અને બાઉલી પદ્ધતિથી વડે વિષમતાંક શોધો.
એક ગુણોત્તર-શ્રેણી માટે $T _2=6$ અને $T _5=48$ હોય, તો $S_6$ શોધો.
એક વર્ગના $34$ છોકરાઓને મળેલા ગુણનો મધ્યક $57$ છે. તે વર્ગના બધા $60$ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક $59$ છે. છોકરીઓના ગુણનો મધ્યક શોધો.
જો એક ગુણોત્તર-શ્રેણીનું ત્રીજું પદ તે શ્રેણીના પ્રથમ પદનો વર્ગ હોય અને ચોથું પદ 3125 હોય, તો તે શ્રેણી શોધો.
$g(x)=\frac{x^2-9}{x-3}$, જ્યાં $x \in Z-\{3\}$ હોય, તો સાબિત કરો કે $g(1)-g(0)+g(2)=6$.
MISSION શબ્દથી એવી કેટલી ગોઠવણીઓ બને કે જેથી બંને 'I' અને બંને ‘S' એકસાથે જ આવે ?
“આગણકો દ્વારા પ્રશ્નાવલીની રીત પ્રત્યક્ષ તપાસના સઘળાં લક્ષણો ધરાવે છે ”આ વિધાનનું કારણો સહિત સમર્થન કરો.
મોબાઇલ ફોનની એક દુકાનમાં છેલ્લા $30$ દિવસોમાં વેચાયેલા મોબાઇલ ફોનનું વિતરણ નીચે આપેલું છે. આ માહિતી પરથી દિવસ દીઠ વેચાયેલા મોબાઇલ ફોનની સંખ્યાનો સરેરાશ વિચલનાંક શોધો.
ફોનની સંખ્યા $5$ $6$ $7$ $8$ $9$
દિવસોની સંખ્યા $1$ $8$ $12$ $8$ $1$
એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓનું કુલ ખર્ચ વિધેય $y = 10 + 3x$ છે, જ્યાં, $x$ એ ઉત્પાદિત એકમોની સંખ્યા અને $y$ એ $x$ એકમોનું કુલ ઉત્પાદન$-$ખર્ચ દર્શાવે છે. ફેક્ટરીમાં દરરોજ ઉત્પાદિત થતી વસ્તુઓના એકમોની સંખ્યાનો વિસ્તાર $50,$ ચતુર્થક વિચલન $5,$ સરેરાશ વિચલન $8$ અને પ્રમાણિત વિચલન $10$ છે, તો આ માહિતી પરથી કુલ ખર્ચ $y$ નો વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન મેળવો.