Question
મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.

Answer

સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તેમણે માત્ર $15$ વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ગીતા પર ટીકા-વિવેચન ‘ જ્ઞાનેશ્વરી ’ $($જ્ઞાનેશ્વરી ગીતા$)$ લખી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા. જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી. નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમજાતાં તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંતકવિ છે. તેમણે અભંગો રચ્યાં હતાં, જે ખૂબ જાણીતાં થયેલાં છે. સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે ‘ દાસબોધ ' નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free