Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો5 Marks
Question
ટૂંક નોંધ લખો: રાણીની વાવ
✓
Answer
સોલંકી રાજા ભીમદેવ પ્રથમનાં રાણી ઉદયમતિએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની (રાણકી) વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ-સ્થાપત્યનો અજોડ નમૂનો છે. સાત માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના સાત ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત, અનેક દેવદેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનનાં દશ્યોને પથ્થરો પર કંડારવામાં આવેલ છે. ખરેખર, રાણીની વાવ એ પથ્થરમાં કંડારેલું માનવસોંદર્યનું મહાકાવ્ય છે. ઈ. સ. $2014$ માં યુનેસ્કોએ રાણીની (રાણકી) વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ (વૈશ્વિક વારસાનું સ્થળ) નો દરજ્જો આપ્યો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.