પેશ્વા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્ત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં હતાં. તેણે જંજીરાના સીદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ, પેશ્વા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું.