Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત5 Marks
Question
પરિચય આપો $:$ રઝિયા સુલતાના
✓
Answer
રઝિયા સુલતાના ઇસ્તુત્મિશની કાબેલ પુત્રી હતી. ઇસ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્લીની ગાદીએ આવી હતી. રઝિયા દિલ્લી સલ્તનત દરમિયાન દિલ્લીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મીત્યાજ એ$-$સીરાજે નોંધ્યું છે કે, ‘ રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં, તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. ” રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. તેણે સ્વબળે દિલ્લીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્લીના દરબારમાં અમીર$-$ઉમરાવોનું ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર$-$ઉમરાવોને અપમાનજનક લાગ્યું. આથી તેમણે રઝિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા. આમ, અમીર$-$ઉમરાવોની સત્તાલાલસાને કારણે રઝિયો સુલતાનાના શાસનનો અંત આવ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.