Question
પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો જણાવો.

Answer

  • પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.
  • તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ.
  • તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ.
  • તેની કિંમત પર માહિતીના અતિ નાનાં અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ.
  • અન્ય બૈજિક પ્રક્રિયાઓ માટે તે માપ અનુકૂળ હોવું જોઈએ.
  • તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ. એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો લોવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ.
  • આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તે માપ ઉપયોગી હોવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આવકવેરાની $5000$ ફાઈલમાંથી વધુ ઝીણવટભરી તપાસ $($scrutiny$)$ માટે $7$ ફાઈલનું પુરવણીરહિત પ્રકારે સરળ યાદચ્છિક નિદર્શ મેળવો.
ચલ x નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 5 છે. જો y = 2x + 5 હોય, તો ચલ y નો ચલનાંક શોધો.
WAKEFUL શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્સનરી ક્રમ મુજબ ગોઠવતાં WAKEFUL શબ્દ કેટલામાં ક્રમે આવે ?
ગૌણ માહિતીની મર્યાદાઓ જાણનાર, જો સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરે તો ગૌણ માહિતી પણ ઘણી ઉપયોગી નીવડી શકે છે. સમજાવો.
એક નર્સરીમાં $100$ છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડદીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો.
ફૂલની સંખ્યા $11$ $13$ $15$ $17$ $19$ $21$ $23$ $25$
છોડની સંખ્યા $5$ $8$ $13$ $20$ $22$ $18$ $10$ $4$
$7$ વ્યક્તિઓના ગ્રુપમાંથી $4$ વ્યક્તિઓ પસંદ કરવાના છે.
$(i)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
$(ii)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની ન જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
પદિક નિદર્શનના લાભો જણાવો.
એક વ્યક્તિને $6$ મિત્રો છે. તે તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે કેટલા પ્રકારે આમંત્રણ આપી શકે $?$
એક ઓફિસમાં નોકરી કરતા $8$ કર્મચારીઓમાં $3$ સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. તાલીમ હેતુથી $3$ સભ્યોની પસંદગી કરવાની હોય, તો તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય $?$
2, 3, 5, 0 અને 9 એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકની 5 વડે નિઃશેષ ભાગી શકાય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?