Question
પવનનું કાર્ય સદષ્ટાંત સમજાવો.

Answer

રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીમાં નીચેના ભાગને સરળતાથી ઘસી શકે છે.
આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડે છે.
જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે આ રેતી જમીન પર પથરાય છે. રેતીની આ નાની ટેકરીને 'ઢૂવા' કહેવામાં આવે છે.
રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. જ્યારે માટીના આ કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તેને 'લોએસ' કહે છે.
ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free