Question
રાણા પ્રતાપ વિશે ટૂંક નોંધ લખો.

Answer

રાણા પ્રતાપ સૂર્યવંશી સિસોદિયા કુળના હતા. તેમના રાજ્યનો કેટલોક વિસ્તાર મુઘલોએ જીતી લીધો હતો. મુઘલોએ જીતી લીધેલો પોતાનો રાજ્યવિસ્તાર પાછો મેળવવા માટે રાણા પ્રતાપે અકબર સામે મોરચો માંડયો હતો.
લડતા લડતાં એક સમયે એક સ્થિતિ એવી આવી ગઈ કે રાણા પ્રતાપ પાસે સૈનિકોને ખવરાવવા મૂઠી જાર પણ બચી નહિ. ત્યારે આ ખમીરવંતા ખુદાર રાણા પ્રતાપે અકબરના હાથે પકડાઈ જવા કરતાં થોડા સમય માટે મેવાડનો ત્યાગ કરવાનું પસંદ કર્યું.
રાણાના મેવાડ છોડવાના સમાચાર સાંભળતાં જ ભામાશા રાણા પ્રતાપ પાસે પહોંચી ગયા. તેમણે પોતાનું બધું જ ધન રાણા પ્રતાપનાં ચરણોમાં ન્યોછાવર કરી દીધું. રાણા પ્રતાપે ભામાશાને 'નરરત્ન' અને 'વીર આત્મા' કહીને પ્રોત્સાહિત કર્યા.
માતૃભૂમિના રક્ષણ માટે સતત ઝઝૂમનાર, વન-વન ભટકનાર રાણા પ્રતાપનું નામ ઇતિહાસમાં મહાન યોદ્ધા તરીકે અમર છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free