લેખન - અહેવાલ — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીલેખન - અહેવાલ5 Marks
Question
રસ્તા પર એક બાળકના થયેલા અકસ્માતનો અહેવાલ આપો.
✓
Answer
રસ્તા પર થયેલો કરૂણ અકસ્માત
સી.ટી.એમ. તા$.15-4-2017$ અમે સૌ $12$મી એપ્રિલની વહેલી સવારે અમદાવાદથી વડોદરા જવા અમારી કારમાં નીકળ્યા હતા. અમદાવાદ સીતીએમથી એક્ષ્સપ્રેસ-વે પર ચઢ્યા ને ટોલટેક્ષ પર ટેક્ષ ભરી આગળ જઈ રહ્યા હતા. આ સ્થળ એવું છે જ્યાં સામાન્ય રીતે બધાં વાહનો તેમની નિર્ધારિત ઝડપે જવાનું શરૂ કરે છે. સૌ કોઈ, પોતપોતાના કામ માટે ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પહોંચવાની ગણતરીથી આગળ ધપી રહ્યા હતાં. એક્ષપ્રેસ રસ્તાની મુસાફરી પર એક દિશા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોવાથી વાહનચાલકો ઘણાં અંશે ચિંતામુક્ત હોય છે અને વધારે ઝડપથી જઈ શકાશે તેવા આત્મવિશ્વાસથી વાહન આગળ દોડાવતા હતા. અચાનક, અમારી ગાડીને ‘ઓવરટેક’ કરી એક વૈભવી મોટી ગાડી અત્યંત ઝડપથી આગળ નીકળી ગઈ. અમારી નજરથી લગભગ આર્દશ્ય થવામાં જ હતી, ત્યાં એક મોટા અવાજ સાથે, વાહન અથડાવવાનો અવાજ આવ્યો. થોડી જ વારમાં અમારું વાહન ત્યાં સુધી પહોંચ્યું. અમે બાજુમાં ગાડી ઊભી રાખી નીચે ઉતરીને જોયું તો અમારી નીકળી ગયેલી ગાડીના ચાલકે, એક બાળક જે ગાય લઈને રસ્તો ઓળંગતો હતો, તેને બચાવવા, બ્રેક મારી ગાડી રોકવા ગયો, પરંતુ ગાડી વધારે ઝડપમાં હોવાથી તે ઊભી રહે એ પહેલાં એ બાળક સાથે અથડાઈ ગઈ. બાળકને પગના ભાગે અને ખભાના ભાગે ઈજા થઈ; પરંતુ તેને વાગ્યું ન હતું, પણ ગભરાટમાં બેભાન થયો હતો. અમે પણ ગભરાઈ ગયા હતા. પરંતુ તેને થોડા સમયમાં ભાન આવી ગયું હતું. સમગ્ર પરિસ્થિતિ પામી જઈને અમે તાત્કાલિક ‘મદદનીશ ગાડી’ને ફોન ફરી બનાવની જન કરી. $108$ પર એમ્બ્યુલન્સ બોલાવવાની વ્યવસ્થા કરી. માત્ર દશ જ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી. અમે તેમાં બેસાડી નજીકની હોસ્પિટલે લઇ જઈ રવાના કર્યો તીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળતાં જ તેનો જીવ બચી ગયો. અમે ભાગવાનો પાડ માંની વડોદરા જવા રવાના થયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.