કવિ પ્રકૃતિનાં સૌદર્ય અને કલ્પનાઓની વિભિન્નતા દર્શાવતી રચના માટે જાણીતા છે. ‘રસ્તા’ – જેવી નિર્જીવ બાબત પર કવિના હદયમાં પેથમ ફરિયાદ અને પછી પ્યાર થાય છે – એવી ભિન્ન લાગણીઓને શબ્દદેહ આપતું આ કાવ્ય તમની પ્રિય ‘સોનેટ’ રચનાઓમાંની એક રચના છે. કવિ રસ્તાઓ વિશે અલગ-અલગ ભાવ, આ કાવ્યમાં દર્શાવતા જણાવે છે કે –
- આ રસ્તાઓ મને ઠરવા નથી દેતા.
- જેન ઘર નથી, એવા a રસ્તા ઘરમાં ઘૂસી જાય તેવા ચોર છે.
- મારો હાથ પકડી, મને પોતાના તરફ ઘસડી જાય છે. – મારા સ્વપ્નમાં આવી મને સૂવા દેતા નથી. લાંબા-લાંબા -- રસ્તાઓ પૃથ્વી પરના આડા અને ઊભા અક્ષાંસ-રેખાંશની જેમ સમગ્ર પૃથ્વીને ભરડો લઈને સૂતા છે.
- આવા આ રસ્તાઓ તરફ કવિનું હૈયું ઢળ્યું છે, તે તેની સાથે હાળી-મળી ગયું છે.
- આ કારણે, જે રસ્તાઓ પર કવિ ચાલ્યા નથી, એવા રસ્તે ચાલવા, કવિ હદય સ્વર્ગે ગયા પછી પણ પૃથ્વી પર ફરીવાર આવવા ઝંખે છે. કવિની રસ્તા વિશેની વિશેષતા, તેમની એક પછી એક પંક્તિમાં, કવિના અવનવા ભાગને લઈને આવતી જાય છે.