Question
‘વીડી વાઢવાની ના શા માટે પાડે છે ?

Answer

‘વીડી વાઢનારા’ એ ઝવેરચંદ મેધાણીએ સંકલિત કરેલું લોકગીત છે. આ લોકગીતમાં નાયક કરતાં નાયિકા શ્રમકાર્યમાં, નિ:સ્વાર્થ ભાવનામાં અને કાર્યઝડપમાં અનેકગણી ચડિયાટી દર્શાવી છે. નાયક માત્ર ખેતમજૂરી કરે છે. જ્યારે નાયિકા ઘરકામ કરવાં ઉપરાંત નાયકને ખેતીકામમાં મદદરૂપ થઈને સહભાગી બને છે. ખેતરમાં જઈ ધણીધણયાની ઘાસ વાઢવાનું કાર્ય કરે છે. તેમાં પતિ આખા દિવસમાં ચાર-પાંચ પૂળકા જેટલું જ ઘાસ વાઢી શકે છે, જ્યારે પત્ની તેના કરતાં બમણું ઘાસ વાઢી શકે છે. આમ, નાયિકાની કાર્યઝડપ તેનાથી સહન થઈ શકતી નથી. તેથી તે સ્વાર્થી બનીને અવળચંડાઇ કરે છે. પોતાના કરતાં વધારે કમાનારી નાયિકાના આ કૃત્યને તે સહન કરી શકતો નથી તેથી નાયિકાને સહકાર આપતો નથી અને તેના વહંદર ભારાને માથે ચઢાવતો નથી. જ્યારે નાયિકા પણ ખુમારીવાળી છે તે પતિ $($નાયક$)$નો સહકાર લીધા વિના વટેમાર્ગુની મદદથી વજનદાર ભારો માથે ઉપાડી ઘરે લાવી વેચે છે અને તેના બદલામાં એક માણું ઘઉં મેળવે છે. આમ, પતિએ કરતાં વધારે આમદાની મેળવે છે. તેમજ મદદ કરનાર વટેમાર્ગુને પ્રેમથી જમાડી, બંધુપ્રેમ બતાવીને આગવું ખમીર બતાવે છે.
આમ, આ લોકગીતનો નાયક નાયિકા કરતાં મજુરીનું કાર્ય કરવામાં, સહકાર આપવામાં અને સમાનતાની ભાવના દર્શાવવા માં ઊણો ઉતરે છે. જ્યારે તેની સામે નાયિકા સમાનતામાં, નિસ્વાર્થપરાયણતામાં અને પોતાનું ખમીર દર્શાવવામાં નાયક કરતાં અનેકગણી ચડિયાતી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free