Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ3 Marks
Question
સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો.
✓
Answer
જે નિદર્શનમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે અને નિદર્શ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય તેને સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. તેના લાભ નીચે પ્રમાણે છે :
લાભ :
સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે.
નિદર્શના એકમોની પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થઈ શકે છે.
સમાંગ સમષ્ટિ માટે તે સમષ્ટિનું વધુ સારું પ્રતિનિધિત્વ ધરાવે છે. જેથી વાજબી ચોકસાઈવાળા પરિણામો મેળવી શકાય છે.
નિદર્શની માહિતી પરથી ઓછા ખર્ચે અને ઝડપથી સમષ્ટિના લક્ષણો અંગે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે.
નિદર્શમાંથી સમષ્ટિ અંગે મેળવાયેલા પરિણામો કેટલો વિશ્વાસપાત્ર છે તેની ચકાસણી કરી શકાય છે.
નિદર્શમાંથી સમષ્ટિ અંગે પ્રાપ્ત થતાં પરિણામોમાં થતી ભૂલોની ગણતરી થઈ શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.