આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)4 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ રાણી દૂર્ગાવતી
✓
Answer
રાણી દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેનાં લગ્ન ગઢકઢંગાના ગોંડ રાજા સંગ્રામશાહના રાજકુમાર દલપત સાથે થયાં હતાં. દલપતનું યુવાનીમાં જ અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું. ઈ. સ. $1565$ માં આસીફખાનના સેનાપતિપદે મુઘલ સૈન્ય ગોંડ રાજ્ય પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુઘલ સૈન્યનો સામનો કર્યો. પરંતુ યુદ્ધમાં લડતાં લડતાં રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યાં. આમ, રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા બન્યાં હતાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.