Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનસંસાધનોનું જતન અને સંરક્ષણ4 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ વન્યજીવ સંરક્ષણ
✓
Answer
સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદાઓ છે.
સમ્રાટ અશોકે પણ વન્યજીવના રક્ષણ માટેના કાયદા કરાવ્યા હતા.
આજે વન્યજીવોના સંરક્ષણ માટે મોટા ભાગનાં રાજયોમાં સ્ટેટ વાઈલ્ડ લાઈફની રચના થયેલ છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરે છે.
વન્યજીવ સંરક્ષણ માટે કાયદા મુજબ આ પ્રમાણે પગલાઓ લેવા જોઈએ $:$
વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકારને અટકાવવા કડક અમલ કરવો.
વન્યજીવોની સમયાંતરે ગણતરી કરવી જોઈએ.
વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડવા જંગલોનો નાશ થતો અટકાવવો જોઈએ.
લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ.
જંગલમાં લાગતી આગને ઝડપથી ડામવી જોઈએ.
વન્યજીવોની તબીબી સારવારની વ્યવસ્થા કરવી જોઈએ.
વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસાવવા જોઈએ.
પ્રચાર$-$પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ.
વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પાણી, ખોરાક, કુદરતી આવાસ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.