Question
ટૂંકનોંધ લખો $:$ રામાનુજાચાર્ય

Answer

વિશિષ્ટાદ્વૈતના પ્રવર્તક હતા. તેઓ શ્રીનાથમુનિએ સ્થાપેલા વૈષ્ણવ સંપ્રદાયના સંત હતા, જેમનો ભક્તિ પરંપરા પર ખૂબ જ ઊંડો પ્રભાવ રહ્યો હતો. તેઓ યમુનાચાર્યના દોહિત્ર હતા. એમનો જન્મ દક્ષિણ ભારતના ચેન્નાઈ નજીક આવેલા પેરાબુદર ખાતે થયો હતો. તેમના $-$ પિતાનું નામ અસૂરી કેશવ સોમયાજી અને માતાનું નામ કાંતિમતી હું હતું. તેઓ શ્રી રામાનુજ, ઉદ્યાવર, એથીરાજર (યાત્રીરાજા), એમ્બરુમન્નાર અને લક્ષ્મણ મુનિ તરીકે પણ ઓળખાતા હતા એમણે શ્રી $–$ ભાષ્ય, વેદાંતદ્વીપ, શ્રી રંગગદ્ય વગેરે નવ ગ્રંથોની રચના કરી હતી. તેઓ $120$ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી શ્રી રંગપટ્ટણમ ખાતે અવસાન પામ્યા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free