Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર4 Marks
Question
ટૂંકનોંધ લખો: ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીઓ
✓
Answer
ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ, પરંતુ તેના નિર્માણને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો છે: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી.
૧. નાગર શૈલી: ઈ.સ. $5$ મી સદી પછી ભારતના ઉત્તર ભાગ (હિમાલય) થી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતાં. આ શૈલીનાં મંદિરોમાં જગન્નાથ મંદિર (પુરી), કોણાર્ક (ઓડિશા) અને મોઢેરા (ગુજરાત) નું સૂર્ય મંદિર તેમજ ખજૂરાહોના મહાદેવ મંદિર (મધ્યપ્રદેશ) વગેરેનો સમાવેશ થાય છે.
૨. દ્રવિડ શૈલી: દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. આ શૈલી કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીનાં મંદિરોમાં બૃહદેશ્વર (રાજરાજેશ્વર) નું મંદિર (તમિલનાડુ), મીનાક્ષી મંદિર (મદુરાઈ), મહાબલિપુરમનું રથમંદિર (તમિલનાડુ) વગેરેનો સમાવેશ થાય છે.
૩. વેસર શૈલી: મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર (હલેબીડ, કર્ણાટક) અને ચેન્ના કેશવ મંદિર (બેલુર, કર્ણાટક) વગેરેનો સમાવેશ થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.