Question
ટૂંકનોંધ લખો: જગન્નાથ સંપ્રદાય અને મંદિર

Answer

ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ 'વિશ્વના માલિક' (જગતનો નાથ) થાય છે, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. જગન્નાથ દેવતા શરૂઆતમાં સ્થાનિક કે પ્રાદેશિક દેવતા હતા, જે આગળ જતાં વિષ્ણુ સાથે જોડાયા.

બારમી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મન પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈ.સ. $1230$ માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. આમ, $13$ મી સદીમાં તો જગન્નાથ મંદિર ભારતમાં મહાન તીર્થયાત્રાનું મહત્ત્વનું સ્થળ બની ગયું.

મહત્ત્વ વધતાં જ સામાજિક અને રાજકીય બાબતોમાં પણ તેમનું વર્ચસ્વ વધ્યું. ઓરિસ્સા જીતનાર મુગલો, મરાઠાઓ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની - બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો અને સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free