Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો4 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ તુકારામ
✓
Answer
સંત તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત અને કવિ હતા. તેમણે ભક્તિ આંદોલનના માધ્યમથી મહારાષ્ટ્રમાં ભક્તિનો નાદ ગુંજતો કર્યો હતો. તેમના દ્વારા રચિત અભંગો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તુકારામની ભક્તિ દરેક લોકોના હૃદયમાં વિરાજમાન હતી. તેમણે કર્મકાંડો, પવિત્રતાના ઢોંગ અને જન્મ પર આધારિત સામાજિક ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો. તેમણે ઉપદેશ આપ્યો હતો કે સંસારમાં રહીને પણ પ્રભુની ભક્તિ કરી શકાય છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી અને તેમની સેવા કરવી એ જ સાચી ભક્તિ છે. બીજાના દુઃખમાં ભાગ લેવો એ જ માનવતા છે. આમ, તેમના વિચારોએ સમાજમાં નવા માનવતાવાદી વિચારનો ઉદય કર્યો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.